પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2025 3:19 પી એમ(PM)

views 21

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ. સરપંચ નીતા તુમડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ડામર, સીસી રોડ, સ્ટ્રિટ લાઈટ, પાઈપલાઈન, સ્મશાન, બ્રિજ, શાળા, આંગણવાડી, સામાજિક કાર્યો, મનરેગા સહિત GPDPના વિવિધ કામની કાર્યયો...

જાન્યુઆરી 9, 2025 3:10 પી એમ(PM)

views 24

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ...

જાન્યુઆરી 9, 2025 3:05 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે. ધંધા-રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.” ગાંધીનગરમાં આજે ગ્લૉબલ પાટીદાર બિઝનૅસ સમિટ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણ...

જાન્યુઆરી 9, 2025 9:37 એ એમ (AM)

views 9

રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો

ઉત્તર ભારતમાં બરફવર્ષા અને ઠંડા પવનોની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડા પવનો થી વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો...

જાન્યુઆરી 9, 2025 9:29 એ એમ (AM)

views 8

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકે ચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશે વારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામ રેકોર્ડમાં સ્થાન મેળવ્...

જાન્યુઆરી 9, 2025 9:33 એ એમ (AM)

views 10

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે. ખેડૂતોની આ સંસ્થાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્ક...

જાન્યુઆરી 9, 2025 9:15 એ એમ (AM)

views 16

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 4 ગ્રાઉન્ડ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 10 હજાર ઉમેદવારનો શારીરિક કસોટી માટે બોલવવા...

જાન્યુઆરી 9, 2025 9:30 એ એમ (AM)

views 15

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળીથી કોડિદ્રા ગામને જોડતો ૭૩૦ મીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુના હદ નિશાન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ગે...

જાન્યુઆરી 9, 2025 9:09 એ એમ (AM)

views 11

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 10 જાન્યુઆરીએ સાબરમતીથી રાત્રે 10-55 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે નવ કલાકે લખનઉ પહોંચશે. અન્ય ટ્રેન ભાવનગરથી 11 જાન્યુઆરીએ રાત્રે 9-45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ચાર વ...

જાન્યુઆરી 9, 2025 9:07 એ એમ (AM)

views 9

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં સમિતિએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભેસિંગ તડવીના અધ્યક્ષ પદે આ સમિતિએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.