પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM)

views 7

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય ...

જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM)

views 10

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમૉ વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં ઠેરઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હૉસ્પિટલમાં HMP વાઈરસના ટે...

જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM)

views 9

મહીસાગર SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો

મહીસાગર વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસમથક નજીક એક દુકાનમાં SOGએ તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે નવ હજારથી વધુ રૂપિયાનો માલસામાન જપ્...

જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે HMP વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાન...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 33

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 25

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાક...

જાન્યુઆરી 7, 2025 7:31 પી એમ(PM)

views 10

રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા પવનોના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે,જે હજી પણ આગામી 48 કલાક સુધી યથાવત્ રહેશે, પરંતુ ત્યારબાદ રાજ...

જાન્યુઆરી 7, 2025 7:28 પી એમ(PM)

views 8

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં આ ધોરીમાર્ગને પાર કરવા 210 મીટર લાંબા કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો...

જાન્યુઆરી 7, 2025 7:25 પી એમ(PM)

views 20

રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે

રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, એપ્રિલ 2024થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાને ...

જાન્યુઆરી 7, 2025 7:22 પી એમ(PM)

views 8

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે. તેમજ વાહનચાલકોને તહેવારના દિવસોમાં આ સુરક્ષા કવચ સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.