પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2025 7:58 પી એમ(PM)

views 13

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો. મેન્સ ડબલ્સની ૧૬ ટીમ અને વુમન ડબલ્સની ૪ ટીમ ઉપરાંત, મિક્સ ડબલમાં ૪ ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો વિજેતા થયા હતા.

જાન્યુઆરી 9, 2025 7:55 પી એમ(PM)

views 10

ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા,નાયલોન,પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા,નાયલોન,પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા પોલીસ વડાએ આજે મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળ...

જાન્યુઆરી 9, 2025 7:53 પી એમ(PM)

views 8

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીના અમલને કારણે રાજ્યમાંથી છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે 16 હજાર 155 કરોડ રૂપિયાની કિંમતનું 87 હજાર 607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીના અમલને કારણે રાજ્યમાંથી છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે 16 હજાર 155 કરોડ રૂપિયાની કિંમતનું 87 હજાર 607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેના ભાગરૂપે સરકારે 2021થી નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીનો અમલ કરવામાં આવી ર...

જાન્યુઆરી 9, 2025 7:50 પી એમ(PM)

views 17

રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ. પ્રાંત-૨ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમ અંગેની વિવિધ વિભાગવાર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.

જાન્યુઆરી 9, 2025 7:46 પી એમ(PM)

views 9

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા આ અભિયાનના આરંભની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. ઘાયલ પક્ષી સા...

જાન્યુઆરી 9, 2025 7:44 પી એમ(PM)

views 13

ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે 10 અને 11 જાન્યુઆરી સુધી ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે

ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે 10 અને 11 જાન્યુઆરી સુધી ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ ડી.પી.એ.ન્યુ કંડલા-કચ્છના તાબા હેઠળ આ ફાયરિંગ પ્રેકટીસ યોજાશે.તકેદારીના ભાગરૂપે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વા...

જાન્યુઆરી 9, 2025 7:42 પી એમ(PM)

views 10

મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે

મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. મુદ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, NDPS એક્ટ, 1985 હેઠળ આ ધરપકડ કરી છે. આફ્રિકન દેશોમાં ગેરકાયદે નશાકારક પદાર્થ મોકલવામાં સંડોવણીની ગુપ્ત માહિતીના આધારે, સ્પેશિયલ ઇન...

જાન્યુઆરી 9, 2025 7:41 પી એમ(PM)

views 11

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ આરટીઓ ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી. દમણની રોટરી ક્લબ અને આરટીઓ વિભાગ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી અને દમણ દીવ પરિ...

જાન્યુઆરી 9, 2025 3:24 પી એમ(PM)

views 15

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં રાજ્યભરના જૂનિયર સાહસવીર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા ઈડરિયો ગઢ તળેટી પાસે આવતીકાલે સવારે સાત વાગ્યે શરૂ થશે.

જાન્યુઆરી 9, 2025 3:22 પી એમ(PM)

views 35

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે. સ્પર્ધા માટે ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી WWW.GSYB.IN વેબસાઈટ પર ઑનલાઈન નોંધણી કરાવી શકશે. જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાનારી આ સ્પર્ધા માટે 20થી 25 જાન્યુઆરી દરમિયાન ઑડિશન લેવાશે. સ્પર્ધામાં જીતનારા ખેલાડીને ઈનામો સાથે ડિજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.