પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 20, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:22 પી એમ(PM)

views 4

આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કૉલ્ડવેવની આગાહી સાથે યલૉ અલર્ટ જાહેર કરાયું

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં મોટા ફેરફારની કોઈ આગાહી ...

ડિસેમ્બર 20, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:21 પી એમ(PM)

views 3

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સત્તાવાર યાદી મુજબ, કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો. ઈચ્છાપોર પોલીસ મથકમા વર્ષ 2022થી 2024 વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમ...

ડિસેમ્બર 20, 2024 7:19 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:19 પી એમ(PM)

views 1

અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ FIR નોંધવામાં આવી

અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ પ્રાથમિક માહિતી અહેવાલ- FIR નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં C.I.D. ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું કે, આ કૌભાંડમાં રાજ્યના આઠ જિલ્લાના લોકો ભોગ બન્યા હોવાનું જણાયું છે. આ કેસમાં મુખ્ય FIRમાં 8 આરોપીના નામ નોંધ...

ડિસેમ્બર 20, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:17 પી એમ(PM)

views 2

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે રોડ- શોનું આયોજન

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે લોકોને માહિતગાર કરવા ઐતિહાસિક રોડ- શોનું આયોજન કરાયું છે. આ રોડ-શોમાં હરાજીની પ્રક્રિયાની રૂપરેખાની સાથે સાથે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા ઑફશોર બ્લોક્સની ખનિજ સંભવિતતા પર તકનીકી પ્રસ્તુતિ...

ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)

views 2

નાગરિકોને પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોએ પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્થળ મુલાકાતમાં...

ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM)

views 4

આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ ગુનાના મામલાઓ ઘટાડવા દરેક મહાનગપાલિકાઓમાં સમયાંતરે યોજાતી બેઠકો અંતર્ગત આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 18 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુનાખોરીને ડામવાની મહત્વની બાબતો અંગે ચર...

ડિસેમ્બર 20, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:11 પી એમ(PM)

views 2

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નનો કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલે જવાબમાં આ માહિતી આપી હતી.શ્રી મેઘવાલે જણાવ્યું કે, ગુજરાત વડી અદાલતમાં ન્યાયા...

ડિસેમ્બર 20, 2024 3:30 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:30 પી એમ(PM)

views 3

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલા ફૂડ સ્ટૉલ પણ તૈયાર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ...

ડિસેમ્બર 20, 2024 3:25 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:25 પી એમ(PM)

views 3

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે યાર્ડમાં જીરાની 9 હજાર બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 4 હજાર 500 સુપર અને મીડિયમમાં 4 હજાર 300 રૂપિયાનો નોંધાયો હતો. જ્યારે વરિયાળીની 3 હજાર 500 બોરીની આવક નોંધાઈ હતી. તેનો ભાવ સુપર ગ્રીનમાં 4 હજાર 500...

ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM)

views 5

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. નવી દિલ્હી ખાતે થયેલી મુલાકાત બાદ શ્રી વૈષ્ણવે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન ફાળવવા આશ્વાસન આપ્યું હતું. તેમજ આ ટ્રેન માટે પ્રાથમિક સરવે હાથ ધરવા આદેશ પણ આપ્યો હતો. ઉપરાંત ભાજપના આગેવાનોએ ભાવનગર અન...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.