પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 20, 2025 3:04 પી એમ(PM)

views 12

ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ ઈન્દ્રોડા પાર્કના નાયબ નિયામક આર.પી ગેહલોતે માહિતી આપી... (બાઇટ: આર.પી ગેહલોત, નાયબ નિયામક, ઈન્દ્રોડા પાર્ક)

જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM)

views 22

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે. જેના થકી ગુજરાત જળક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ......(વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર)રાજ્યમાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનાં ફલશ્ર...

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 34

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 19, 2025 10:04 એ એમ (AM)

views 18

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના 67.5 કરોડ રૂપિયાના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગઇકાલે ધોરાજી-ઉપલેટા વિસ્તારના જે રૂ.67.5 કરોડના 71 વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત રૂ. 29.91 ...

જાન્યુઆરી 19, 2025 8:22 એ એમ (AM)

views 23

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સુરેન્દ્રનગરના લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. મામલતદાર આર.આર.પટેલના અધ્યક્ષ સ્થાને ૧...

જાન્યુઆરી 19, 2025 8:20 એ એમ (AM)

views 12

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.

સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આજથી શરૂ થતી આ સ્પર્ધા 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ સ્પર્ધામાં રાજ્યના હર્મિત દેસાઈ, માનવ ઠક્કર, માનુશી શાહ સહિત દેશના ટોચના ખેલાડીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ, ડબલ્સ, મિક્ષ ડબલ્સ તથા ટીમ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધાઓ ...

જાન્યુઆરી 19, 2025 8:18 એ એમ (AM)

views 13

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ભૂગોળ, ઈતિહાસ વગેરે વિષય અંતર્ગત વિધાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ નિહાળવા તેમના વાલીઓ ને પણ આમંત્રિત...

જાન્યુઆરી 19, 2025 8:16 એ એમ (AM)

views 10

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો.

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. શિલ્પ, સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવા દર વર્ષે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે.મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાણી માધવ દ્વારા ઓડિસી નૃત્ય, તામિલનાડુના કૃપા રવિ દ્વારા ભર...

જાન્યુઆરી 19, 2025 8:14 એ એમ (AM)

views 11

ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે.

ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકર્ડને યુનિક ખેડૂત આઈ.ડી સાથે જોડવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજર...

જાન્યુઆરી 19, 2025 8:13 એ એમ (AM)

views 15

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.