પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 21, 2025 7:36 પી એમ(PM)

views 10

ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા લેવાયેલી અન્ન અને નાગરિક પુરવઠા નિગમમાં મદદનીશ મેનેજરની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી હતી. આ બાબતે GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.(બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્નાતક અને જાતિના અંગે...

જાન્યુઆરી 21, 2025 7:34 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના વિકાસ માટે 17 કરોડ 14 લાખ રૂપિયાના 61 વિકાસલક્ષી કામોનું આજે ઇ-ખાતમુહૂર્ત અને 2 કરોડ 36 લાખના 100 કામોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઘર વિહોણા માટે રાત્રિ આશરો, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતા કામો, કુતિયાણામાં 6 પેટાઆરોગ્ય કેન્દ્ર સહિતન...

જાન્યુઆરી 21, 2025 7:29 પી એમ(PM)

views 8

સાંકડા પુલો અને તેનાં માળખાંઓને પહોળા કરવા ૪૬૭ કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંકડા પુલ-માળખાને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગોના નવીનીકરણ અને પહોળાઈ વધારવા 190 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અગાઉ મુખ્યમંત્રીએ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. હ...

જાન્યુઆરી 21, 2025 7:27 પી એમ(PM)

views 13

રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ૪૪ પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે બે હજાર ૨૬૯ કરોડ રૂપિયા મંજૂર કરાયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2 હજાર 269 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગોનાં નવીનીકરણ તેમજ માર્ગો પહોળા કરવાની કામગીરી કરાશે. આ 58 માર્ગોની સુધારણાથી પ્રવાસીઓને ઉત્કૃષ્ઠ અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળ...

જાન્યુઆરી 21, 2025 7:25 પી એમ(PM)

views 90

રાજયની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર – 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરીણામ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂ...

જાન્યુઆરી 21, 2025 3:47 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્ક આશરે એક હજાર 900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં વિવિધ ફૂલ-છોડનું વાવેતર કરાયું છે. આ પ્રસંગે પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્કના લોકાર્પણ સાથ...

જાન્યુઆરી 21, 2025 3:45 પી એમ(PM)

views 14

દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું

દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 36 ગેરકાયદે ઊભા કરાયેલા માળખા હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરાયા છે. પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લા પ્ર...

જાન્યુઆરી 21, 2025 3:44 પી એમ(PM)

views 51

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે. આજે બપોર બાદ સાડા ચાર વાગે પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યની 69 નગરપાલિકાઓની ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે. 

જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM)

views 18

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે. જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી એક હજાર 284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ...

જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM)

views 18

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલીરહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે.સત્તાવાર યાદી મુજબ, 25મીએ મુંબઈ સૅન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રૅસ અને 26મીએહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રૅસ ટ્રેન રદ રહેશે. જ્યારે 24મીએ પોરબંદર-દાદર સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.