પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, શ્રી પટેલ દિલ્હીમાં ભારતીય ન્યાય સંહિતા કાયદા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી સંસદીય બૉર્ડની બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના સંભવિત ના...

જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM)

views 6

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતોને દ્વારા જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અને આધુનિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં ...

જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવનાં અધિકારી મૈત્રી ભટ્ટે પ્રતિનિધિઓને પોક્સો કાયદા તથા બાળ અધિકાર, બાળ મજૂરી અને બાળકોને લગતા કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાળકોને પજવણી થાય તો 1...

જાન્યુઆરી 29, 2025 7:02 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:02 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં 12 હાઈ એન્ડેમિક જિલ્લાઓ પૈકી દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને ...

જાન્યુઆરી 29, 2025 7:01 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:01 પી એમ(PM)

views 4

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી છે. જિલ્લાના જિટોડિયા ગામમાં આવેલી ક્રિકેટ અકાદમીમાં આ ટીમ પૂર્વાભ્યાસ કરી રહી છે. અમેરિકાની ટીમના સુકાની મોનાર્ક પટેલ મૂળ આણંદના જ છે.

જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM)

views 6

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે પ્રગતિની તક માટે ખેલ મહાકુંભને ઉત્તમ મંચ ગણાવ્યું હતું. જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબોલ સ...

જાન્યુઆરી 29, 2025 6:58 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:58 પી એમ(PM)

views 1

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું છે. તે મુજબ, 160 DySO એટલે કે, ડેપ્યુટી સેક્શન ઑફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ બેની 300 જગ્યા, રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા તેમજ વહીવટી સેવા વર્ગ એક અને બેની 100 જગ્યાઓ મળી કુલ એક હજાર 751 વિવિધ જગ્યા...

જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM)

views 2

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઈચ્છુક ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂ...

જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM)

views 5

આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર છે. આ બંને વચ્ચે તાલમેલ થાય તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.” ગીર સોમનાથ જિલ્લાન...

જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM)

views 9

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો છે. પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ રણમાં ભરાયેલા પાણીમાં ન ફેંકે તે માટે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષ...