પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 21, 2025 7:22 પી એમ(PM)

views 17

વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતના બે વિધેયકો પસાર

વિધાનસભામાં આજે બે વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-૨૦૨૫ અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયકને ગૃહે મંજૂર કર્યુ છે. ક્લીનિકલ એસ્ટાબ્લિસમેન્ટ અંગેના કાયદા ...

ફેબ્રુવારી 21, 2025 7:16 પી એમ(PM)

views 11

રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઇ

રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની 97 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3 ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન...

ફેબ્રુવારી 21, 2025 7:14 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ડાંગ જીલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM)

views 40

ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિનની રાજ્યભરમાં ઉજવણી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી... આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ... કચ્છી, કાઠીયાવાડી, સુરતી, અમદાવાદી, નાગર, પારસી.. આ બધી લઢણ ને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત...

ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM)

views 17

વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી

વર્ષ 2030 સુધીમાં 'એઈડ્સ મુક્ત ભારત'ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસિકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યુ કે ગઇકાલે જાહેર કરાયેલા રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16%ના વધારા સાથે 23,38...

ફેબ્રુવારી 21, 2025 7:08 પી એમ(PM)

views 20

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમો, લોકનૃત્યો, લોકકલાના જીવંત પ્રદર્શન માણી શકાશે. તેમજ પરંપરાગત હસ્તકલાની પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવશે. બપોરના બે થી રાત્રીના 10 વાગ્યા સુધી આગામી 10 દિ...

ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM)

views 11

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી હતી. મહેસાણા જિલ્લાની વડનગર સહિતના દસ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઇ રહી છે. વડનગરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી ...

ફેબ્રુવારી 21, 2025 6:09 પી એમ(PM)

views 14

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.દમણથી અમારાં પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે,25 મહિલાઓની  પ્રથમ બેચ સાથે રીવન્ટામાં ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.મહિલાઓને સક્ષમ બનાવવાના હેતુથી શરૂ કરાયેલા આ ડ્રાઇવિંગ...

ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM)

views 12

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં  પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ છે. 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ચારેક લોકો ની હાલત ગંભીર છે. કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને નડેલા અકસ્માતને કારણે બસનો અડધોભાગ તૂટી...

ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM)

views 27

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો છે.આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશભરના ૩૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે.. આ કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવશે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.