પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 22, 2025 3:33 પી એમ(PM)

views 7

એસઓજીએ પાટણ-સિધ્ધપુર હાઇવે પરથી લકઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો

પાટણના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીએ છેલ્લાં એક મહિનામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓ, ડિગ્રી વગરના ડોક્ટરો, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો અને નાસતા ફરતા આરોપીઓને સામે કુલ 52 કેસ નોંધાવ્યા છે. એસઓજીએ પાટણ-સિધ્ધપુર હાઇવે પરથી લકઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. પાટણ ઘી બજારના કેટલાક વેપારીઓ ભ...

ફેબ્રુવારી 22, 2025 3:31 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, જો ભંગારનું મૂલ્ય ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય, તો કાયદા મુજબ ભંગારના પુરવઠામાં રોકાયેલા કરદાતાઓએ દરેક શિપમેન્ટની હેરફેર માટે...

ફેબ્રુવારી 22, 2025 3:30 પી એમ(PM)

views 8

ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇકાલે પ્રારંભ કરવામાં આવ્યો

ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇકાલે પ્રારંભ કરવામાં આવ્યો. ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવમાં સી-ફૂડના કુલ ૪૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્...

ફેબ્રુવારી 22, 2025 3:25 પી એમ(PM)

views 9

પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે

પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે. આ ત્રણેય માછીમારો દીવના વણાકબારાનાં છે. આ માછીમારો આજે સ્વદેશ પરત ફરે તેવી શક્યા છે. આ સમાચાર સાંભળીને માછીમારોનાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફેબ્રુવારી 22, 2025 3:24 પી એમ(PM)

views 11

આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા ઇન્દુચાચાનાં તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવીને સ્વતં...

ફેબ્રુવારી 22, 2025 3:22 પી એમ(PM)

views 9

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે. તેમણે સાત વીઘા જમીનમાં નવા પ્રકારના ડોલર ચણાનું વાવેતર કરીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે. ભવ્ય ચૌધરી નામના આ ખેડૂત અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ફેબ્રુવારી 22, 2025 3:21 પી એમ(PM)

views 8

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કરોડ 75 લાખ 98 હજારના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કર્યું

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કરોડ 75 લાખ 98 હજારના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વિશ્રામ ગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર બનાવવામાં આવશે. આ...

ફેબ્રુવારી 22, 2025 3:19 પી એમ(PM)

views 4

રેશન કાર્ડના લાભાર્થીઓનાં ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે.

રેશન કાર્ડના લાભાર્થીઓનાં ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુલભ બનાવવા માટે ડિલિવરી પોસ્ટ ઓફિસ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ અન્ન ભંડાર અને સસ્તા અનાજની દુકાનો પાસે કેમ્પનું આયોજન કરીને રેશનકાર્...

ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 81

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક...

ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 32

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.