રાષ્ટ્રીય

જાન્યુઆરી 24, 2025 2:12 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તેનું આયોજન કર્યું છે. આ વર્ષે, રાજ્ય અને પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓ દ્વારા ૧૩ રાજ્યોમાંથી ૧૬ બેન્ડ ટીમોની ફાઇનલ માટે પસંદગ...

જાન્યુઆરી 24, 2025 2:05 પી એમ(PM)

views 22

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું કેન્દ્ર સરકાર અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું રકેન્દ્ર સરકા અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ દવાઓનાં નમૂના એક કે તેનાથી વધુ ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ જતાં તેને નબળી ગુણવત્તાની જાહેર કર...

જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM)

views 22

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી - સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુદ્ધોનું વધુ સારું ચિત્ર આપી શકશે. આ પ્રણાલી આ વર્ષે માર્ચથી ત્રણ તબક્કામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ પ્ર...

જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM)

views 11

સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઇમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડ...

જાન્યુઆરી 24, 2025 2:01 પી એમ(PM)

views 18

આજે દેશભરમાં રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કન્યાઓના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને સલામતી વિશે જાગૃતિ લાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય દરેક કન્યાનું સન્માન કરવાનો અને તેમને આગળ વધવા અને અભ્યાસ કરવા માટે સમાન અધિકારો પૂરા પાડવાનો પણ...

જાન્યુઆરી 24, 2025 1:59 પી એમ(PM)

views 22

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ત્રણ દિવસના ડ્રોન શોનો પ્રારંભ થશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થઈ રહ્યો છે. આ શોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સનાતની પરંપરાના વારસાને દર્શાવવામાં આવશે. મહાકુંભની આધ્યાત્મિક ગાથા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભારતીય પરંપરાઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં દેશમાં બનેલા 2 હજાર 500 ડ...

જાન્યુઆરી 24, 2025 10:00 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે. આજે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મોદી પડદા પાછળ કામ કરતા કલાકારોને મળશે...

જાન્યુઆરી 24, 2025 9:49 એ એમ (AM)

views 12

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે. નવાંગ દોરજે સ્ટોબદાન (NDS) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂઆત થઈ હતી. શિયાળુ રમતગમતના ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા 2025 બે અલગ અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 23 થી 27 જાન્યુઆરી દરમિયાન લદ્દાખમાં યોજાશે. લદ્દાખમાં બે ...

જાન્યુઆરી 24, 2025 9:31 એ એમ (AM)

views 7

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારસે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડર પ...

જાન્યુઆરી 24, 2025 9:18 એ એમ (AM)

views 16

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ૨૦૨૫ ના મહાકુંભમાં હાજરી આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજીમાં પહોંચી રહ્યા છે. આ મહિનાની ૧૩મી તારીખે શરૂ થયેલ ૪૫ દિવસનો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.