પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM)

views 8

GNLUમાં સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું સમાપન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. ભારતની અવકાશ-યુદ્ધ અને સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એસેટનું સંચાલન કરતી ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોની સંકલિત એજન્સી એવી ડિફેન્સ સ્પેસ એજન્સી અને ...

ડિસેમ્બર 14, 2024 2:44 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:44 પી એમ(PM)

views 7

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના નામે લોકોને બોલાવીને તેમના પરવાનગી વિના ઓપરેશન કરાતા બે વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસની આરોપી રાજશ્રી કોઠારી ઘણા સમયથી ફરાર...

ડિસેમ્બર 14, 2024 2:40 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:40 પી એમ(PM)

views 2

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરના પ્રવાસે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઝવેરચંદ મેઘાણી...

ડિસેમ્બર 14, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:33 પી એમ(PM)

views 4

“તેરા તુજ કો અર્પણ”: બે વર્ષમાં 180 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

“તેરા તુજ કો અર્પણ”ના બે વર્ષમાં 2,802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 180 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. મંદિર ચોરીના 65 ગુનાઓ ઉકેલીને 130 આરોપીઓને પકડવામાં આવ્યા તેમજ 1 કરોડ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં પોલીસને સફળતા મળી હતી. પોતાની ચોરાયેલી-ખોવાયેલ...

ડિસેમ્બર 14, 2024 2:30 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:30 પી એમ(PM)

views 9

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

કચ્છ સહિત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તાજેતરમાં હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા ઝુંબેશનો કચ્છમાં 24 હજાર 246 લોકોએ લાભ લીધો હતો. જેમાં 18, 19 વર્ષના 6 હજાર 171 યુવાનોએ નામ નોંધણી કરાવીને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. ...

ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM)

views 5

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શ્રી જોશીના નિવેદનને ટાંકીને જણાવે છે કે આ એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે. તેમાં તમામ સુવિધાઓ, અત્યાધુનિક ...

ડિસેમ્બર 14, 2024 8:27 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:27 એ એમ (AM)

views 7

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું. જ્ય...

ડિસેમ્બર 14, 2024 8:25 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:25 એ એમ (AM)

views 4

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. દરમિયાન સુશ્રી વેનીએ ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, આના પરિણામે બંને રાજ્ય વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનશે. ...

ડિસેમ્બર 14, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:23 એ એમ (AM)

views 5

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે. જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને આરોગ્ય તપાસ કરીને પ્રાથમિક સારવાર અપાશે. લાભાર્થીઓ આધાર કાર્ડની એક નકલ સાથે રાખીને અરજી ભરીને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે.આ અંગે ગાંધીનગરનાં મેય...

ડિસેમ્બર 14, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:22 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે.

રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજ્યના 754 કેન્દ્રો પર એક લાખ 85 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. આ વખતે પરીક્ષાની સલામતી માટે પહેલી વાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર 10 પરી...