પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM)

views 9

શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગઇકાલે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિ...

જાન્યુઆરી 12, 2025 8:13 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના વિજતાઓને એવોર્ડ એનાયત કરતાં કહ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ...

જાન્યુઆરી 11, 2025 7:41 પી એમ(PM)

views 13

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઓપીના ભીલાર આગામી તારીખ 13થી 19 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં આયોજીત, ખો-ખો વર્લ્ડકપ ટુર્નામેન્ટમા ભાગ લેશે. ઓપીના ભીલારે રાજ્યકક્ષાની 4 સ્પર્ધાઓમા સુવર્ણચંદ્રક તેમજ રાષ્ટ્રીયકક્ષાની...

જાન્યુઆરી 11, 2025 7:39 પી એમ(PM)

views 8

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદને દેશના સર્વાંગી વિકાસના પ્રવાસમાં યુવાનોને જોડવાની આગવી પહેલ તરીકે ઓળખાવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રણ હજારથી વધુ યુવા...

જાન્યુઆરી 11, 2025 7:38 પી એમ(PM)

views 12

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયુષ મેળામાં રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળો તથા આયુર્વેદિક, હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન પણ યોજાયું હતું.

જાન્યુઆરી 11, 2025 7:37 પી એમ(PM)

views 12

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ...

જાન્યુઆરી 11, 2025 7:35 પી એમ(PM)

views 10

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ત્રણ જિલ્લામાં પાંચ જિલ્લા પ્રમુખની નિમણૂક કરી

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ત્રણ જિલ્લામાં પાંચ જિલ્લા પ્રમુખની નિમણૂક કરી છે. ભરત પટેલને દમણ જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સેલવાસા જિલ્લા પ્રમુખ તરીકે દિપક પરમાર, યશવંત ગુટીયાને ખાનવેલ જિલ્લા પ્રમુખ, ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભાર...

જાન્યુઆરી 11, 2025 7:34 પી એમ(PM)

views 7

ઉતરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો

ઉતરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીને સતર્ક કરાયા છે. જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન કોઈપણ ઈમરજન્સી આવે તો દરેક ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સ્ટાફ કાર્...

જાન્યુઆરી 11, 2025 7:31 પી એમ(PM)

views 25

સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્યનાં કમિશ્નર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડકટસ અને આર. કે. એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળ યુક્ત અને બનાવટી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું છે.

જાન્યુઆરી 11, 2025 7:30 પી એમ(PM)

views 8

સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 271 ખેલાડીઓ જેના 151 ભાઈઓ અને 66 બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમથી દસમાં ક્રમે આવનાર વિજેતાઓને પચ્ચીસ હજારથી પાંચ હજાર સુધીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.