પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 18, 2025 7:08 પી એમ(PM)

views 12

“સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે.” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ રાજ્ય સહિત દેશભરમાં 65 લાખથી વધુ પ્રૉપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે, મોદી સરકાર...

જાન્યુઆરી 18, 2025 2:57 પી એમ(PM)

views 8

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓડિશા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરીએ જણાવ્યું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકત...

જાન્યુઆરી 18, 2025 2:56 પી એમ(PM)

views 20

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત અદાલત ભવન “ન્યાય મંદિર બોડેલી”નું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને છોટાઉદેપુર જિલ્લાનાં વહીવટી ન્યાયાધીશના હસ્તે નવનિર્મિત અદાલત ભવન "ન્યાય મંદિર બોડેલી"નું લોકાર્પણ કરાયું. આ ભવનનું 4 હજાર 47 ચોરસ મીટર જગ્યામાં 6 કરોડ 54 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ કરાયું છે.

જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM)

views 7

મહેસાણાની વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી સહિત કઠોળનું સપ્તાહમાં છ દિવસ વેચાણ કરાશે

મહેસાણાની વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી સહિત કઠોળનું સપ્તાહમાં છ દિવસ વેચાણ કરાશે. ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકામાં 283 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની ખેતપેદાશોને યોગ્ય બજાર મળતું ન હતું. જેથી હવે વિસનગર એપીએમસી દ્વારા ખેડૂતોની માગ સ...

જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM)

views 7

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. બેટદ્વારકા બાદ યાત્રાધામ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર અને ખોડીયાર ચેકપૉસ્ટ નજીક ગેરકાયદે દબાણને પણ દૂર કરાયા હતા. આ અંગે જિલ્લાના SDM અમોલ આવટેએ માહિતી આપી હતી.

જાન્યુઆરી 18, 2025 2:53 પી એમ(PM)

views 12

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચાર શહેરના પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ I.G., લૉ ઍન્ડ ઑર્ડરના ચાર અધિકારીઓ સહિત રાજ્યના ટોચના IPS અધિકારીઓ ઉપસ્થિત છે. આ પરિસદમાં ગુના અને શહેરની પરિ...

જાન્યુઆરી 18, 2025 2:52 પી એમ(PM)

views 5

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુનાશાખાએ હૉસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડીરાત્રે ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુનાશાખાએ હૉસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડીરાત્રે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાર્તિક પટેલ ઘણા સમયથી એક દેશથી બીજા દેશમાં આવતા-જતા હતા. તેમની સામે લુક-આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આખરે તેમની અમદાવાદ હવાઈમથક પરથી ધરપકડ ક...

જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM)

views 16

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે. જેમાં 6 હજાર 648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, આ પરીક્ષાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધાંગધ્રાની પીએમ શ્રી જવા...

જાન્યુઆરી 18, 2025 8:21 એ એમ (AM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેઈલના ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓ પર કેવી રીતે કાબુ મેળવવો તેની તાલીમ આપવા માટે ઑફ-સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી.

જાન્યુઆરી 18, 2025 8:19 એ એમ (AM)

views 22

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે.

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે..ભરત નાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો આ બે દિવસ દરમિયાન કલાની પ્રસ્તુતિ કરશે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.