પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 29, 2025 3:14 પી એમ(PM)

views 69

રાજ્ય સરકાર તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. વેચાણ કરવા માગતા ખેડૂતો આગામી 3થી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોના પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમા...

જાન્યુઆરી 29, 2025 3:13 પી એમ(PM)

views 22

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલા નામની ચર્ચા સંસદીય બૉર્ડની બેઠકમાં કરાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પ...

જાન્યુઆરી 29, 2025 3:12 પી એમ(PM)

views 13

ભરૂચ જિલ્લાની ઑઈલ એન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન – ONGCમાં આજે આગ લાગી

ભરૂચ જિલ્લાની ઑઈલ એન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન – ONGCમાં આજે આગ લાગી હતી. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે, વાગરાના અંભેલ ગામમાં ONGCના GSS—8 પ્લાન્ટમાં લાગેલી આગને અગ્નિશમન દળે બે કલાકમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

જાન્યુઆરી 29, 2025 3:08 પી એમ(PM)

views 17

કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉમાં આજે સવારે 3 વાગ્યેને 13 મિનિટે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉમાં આજે સવારે 3 વાગ્યેને 13 મિનિટે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, ભચાઉ પાસે આવેલા ધરતીકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ માપવામાં આવી હતી. ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું.

જાન્યુઆરી 29, 2025 3:07 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે. નાની દમણ સ્વામી વિવેકાનંદ મેદાનમાં સવારથી ભારે સંખ્યામાં રમતગમત વિભાગ દ્વારા તેમની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન ટેબલ ટેનિસ, તીરંદાજી અને એથ્લેટિક્સ માટે પસંદગી કરાશે એમ રમતગમત અધ...

જાન્યુઆરી 29, 2025 11:04 એ એમ (AM)

views 9

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્ર...

જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)

views 16

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદ...

જાન્યુઆરી 29, 2025 10:16 એ એમ (AM)

views 21

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ...

જાન્યુઆરી 29, 2025 9:55 એ એમ (AM)

views 18

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત્ “ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ- D.P.I.I.T” દ્વારા ઈઝ ઑફ ડુઈંગ ક્રમાંકમાં ગુજર...

જાન્યુઆરી 29, 2025 9:34 એ એમ (AM)

views 6

પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું

પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું છે. ખોરાક ઔષધ નિયમન વિભાગ અને ખાસ સંચાલન ટુકડીએ ખાનગી પેઢીમાંથી 9 લાખ 81 હજાર રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. 15 કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબાના 14 અને વિટામિન A અને D કન્સન્ટ્રેટ લિકવિડ મિક્સરના શંકાસ્પદ નમૂના લેવાયા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.