પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 30, 2025 8:51 એ એમ (AM)

views 8

કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન” અંતર્ગત હજારો પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે. કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ઇ...

જાન્યુઆરી 30, 2025 8:43 એ એમ (AM)

views 10

રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર એક હજાર 157 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

રાજ્યની પોલીસ રાજ્યમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા અને નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ એક હજાર 157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવાયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા રાજ્ય પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી થઈ રહી છ...

જાન્યુઆરી 30, 2025 8:37 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી. રાજ્યમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ...

જાન્યુઆરી 30, 2025 8:28 એ એમ (AM)

views 6

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ...

જાન્યુઆરી 30, 2025 8:25 એ એમ (AM)

views 6

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાકાર મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

જાન્યુઆરી 30, 2025 8:24 એ એમ (AM)

views 5

પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુના મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાંથી શ્રધ્ધ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત

પ્રયાગરાજના મહાકુંભમેળામાં મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ કારણે થયેલ દૂર્ઘટનામાં 30 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ, અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મોડાસાથી પ્રયાગરાજ...

જાન્યુઆરી 29, 2025 7:10 પી એમ(PM)

views 16

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ”ગીર ફાઉન્ડેશન” અને ”ઉત્તર ડાંગ વન વિભાગ” આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ''ગીર ફાઉન્ડેશન '' અને ''ઉત્તર ડાંગ વન વિભાગ'' આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ ગઈ. આ કાર્યશાળામાં ડાંગ જિલ્લાની કોલેજો તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારની કોલેજોના કુલ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ માટે દોઢ દિવસીય ''વર્કશોપ'' યોજવામ...

જાન્યુઆરી 29, 2025 7:09 પી એમ(PM)

views 5

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે મળ્યો છે. સત્તાવાર યાદી મુજબ, વર્ષ 2024માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લૉ, વર્ષ 2023માં ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ ટેબ્લો અને આ વર્ષે ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત...

જાન્યુઆરી 29, 2025 7:07 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, શ્રી પટેલ દિલ્હીમાં ભારતીય ન્યાય સંહિતા કાયદા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી સંસદીય બૉર્ડની બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના સંભવિત ના...

જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM)

views 11

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું

ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતોને દ્વારા જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અને આધુનિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.