પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2025 9:10 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:10 એ એમ (AM)

views 2

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોની મુલાકાત લઈને ગુમ થનારા આ તમામ લોકોને શોધી તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

જાન્યુઆરી 2, 2025 9:05 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:05 એ એમ (AM)

views 4

પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ જિલ્લામાં જોવા મળતી લીલ વિશે સંશોધન કરેલી કૃતિ રજૂ કરશે. રાજ્યકક્ષાએ સાયન્સ સિટી ખાતે આ સંશોધન રજૂ કરાયું હતું, જેની હવે રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ ...

જાન્યુઆરી 2, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:56 એ એમ (AM)

views 2

મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે

મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે. તેમને કપાસના સરેરાશ એક હજાર 450 રૂપિયા સુધીના ભાવ સુધીના ભાવ મળી રહ્યા છે.

જાન્યુઆરી 2, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:52 એ એમ (AM)

views 3

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લાના એક બાઈકચાલક લાખણકાથી ભાવનગર જઈ રહ્યા હતા. દરમિયાન હાથબ ગામ પાસે અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ બસચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસમથકમા...

જાન્યુઆરી 2, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:16 એ એમ (AM)

views 4

ખેડા જિલ્લાનાં 13 વર્ષનાં ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસદંગી પામ્યાં

ખેડા જિલ્લાનાં 13 વર્ષનાં ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસદંગી પામ્યાં છે. તેઓ ઘણાં સમયથી નડિયાદમાં આવેલાં ખેડા જિલ્લા ક્રિકેટ સંઘમાં તાલીમ લઈ રહ્યાં હતાં. સખત મહેનતના કારણે મહિલા ક્રિકેટ ટીમમાં અંડર-15માં નિત્યા બ્રહ્મક્ષત્રિયની પસદંગી થઈ છે.

જાન્યુઆરી 2, 2025 8:49 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:49 એ એમ (AM)

views 8

આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી

આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસે છાલાંટિયા વિસ્તારમાં તપાસ કરતાં એક ટેમ્પોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે ચાર લાખ 50 હજાર રૂપિયાથી વધુના માલસામાન સાથે એક વ્યક્તિને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આણંદ ...

જાન્યુઆરી 2, 2025 8:47 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:47 એ એમ (AM)

views 6

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ-દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ-દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે, દેશમાં આ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં સુકન્યા સમૃદ્ધિ યોજવામાં લક્ષ્યાંક પૂર્ણ થયો છે. દમણ અને દીવમાં 18 વર્ષ સુધીની બાળકીઓનો આ યોજનામાં સમાવેશ કરાયો ...

જાન્યુઆરી 2, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:45 એ એમ (AM)

views 4

DAP ખાતર પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ એટલે કે, DAP ખાતર પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીથી ખેડૂતોને પોષાય તેવા ભાવે DAP ખાતર મળી રહેશે. નવી દિલ્હીમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ...

જાન્યુઆરી 2, 2025 8:43 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:43 એ એમ (AM)

views 3

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, પોરબંદરમાં હવે વહીવટદારનું શાસન આવશે અને છ મહિનામાં ચૂંટણી યોજી પોરબંદર મહાનગરપાલિકાને કાર્યરત્ કરી દેવાશે. પોરબંદરમાં હવે માળખાકીય નિયમો બદ...

જાન્યુઆરી 2, 2025 8:39 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 8:39 એ એમ (AM)

views 21

રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા અને 34 જિલ્લા હશે

ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચના કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ છે. આ સાથે રાજ્યમાં હવે મહાનગરપાલિકાની સંખ્યા કુલ 17 થશે. સરકારે અગાઉ, વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાં...