પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું.

જાન્યુઆરી 31, 2025 8:08 એ એમ (AM)

views 20

BZ ફાયનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી.

BZ ફાયનાન્સ દ્વારા રોકાણકારોના 6 હજાર કરોડ રૂપિયા ડૂબાડવાના આરોપમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી પાસે ધિરાણ માટેની કોઈ કાનૂની પરવાનગી કે લાઇસન્સ હતું નહીં. ઉપરાંત સરકારી ...

જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM)

views 16

પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે.

આગામી પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઇને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન-અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપ...

જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM)

views 12

જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.

બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે. GST વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ,બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ ૧૪ વેપારીઓન...

જાન્યુઆરી 31, 2025 8:01 એ એમ (AM)

views 13

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ છે. આજે સુશાસન અંગેની રાષ્ટ્રીય સ્તરે બીજા દિવસે પણ ચર્ચા થશે .. ગઇકાલે આ રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન...

જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM)

views 19

રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે. નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્ય મંત્ર...

જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM)

views 12

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે. પંચે અરવિંદ કેજરીવાલને આ આરોપ મામલે પૂરાવા રજૂ કરવા કહ્યું છે. શ્રી કેજરીવાલે આજે દિલ્હીમાં માધ્યમો સાથેના સંવાદમાં કહ્યું, તેઓ ચૂંટણી પંચને ઍમૉનિયાયુ...

જાન્યુઆરી 30, 2025 7:28 પી એમ(PM)

views 11

કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો

કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓ હવે charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ દ્વારા વધુ સરળતાથી ‘‘ઇ પેમેન્ટ’’ કરી શકશે. સમગ્ર રાજ્યમાં અંદાજીત 2 કરોડ 76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે. જ...

જાન્યુઆરી 30, 2025 7:26 પી એમ(PM)

views 13

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીના ઉમેદવારો અંગે તેમજ અગાઉ ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે...

જાન્યુઆરી 30, 2025 7:23 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં શ્રી શાહે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.