પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM)

views 3

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. નવા વર્ષને પ્રારંભે દ્વારકા,બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ  જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે જણાવ્યું હતું કે, ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં ભક્ત...

જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM)

views 3

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા છે અને ઓલપાડ પ્રાંતને બે દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે,રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ જેકોરેક્સ પ્લાન્ટ-2મ...

જાન્યુઆરી 2, 2025 6:39 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 6:39 પી એમ(PM)

views 3

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર ખાતે રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેજર બ્રિજ અને રોડનું લોકાર્પણ કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડ પર સાત કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલા રીસર્ફેસિંગ અને અલીયા ગામે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મેજર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે સુર્યપરા ગામે અઢી કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મા...

જાન્યુઆરી 2, 2025 6:08 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 6:08 પી એમ(PM)

views 7

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.   રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 73 નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવં...

જાન્યુઆરી 2, 2025 3:30 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 3:30 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં છે. કેન્દ્ર સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતોને ડાય એમોનિયમ ફોસ્ફેટ- ડીએપી ખાતરની ૫૦ કિલોની થેલીનો ભાવ એક હજાર 350 રૂપિયા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિય...

જાન્યુઆરી 2, 2025 3:29 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 3:29 પી એમ(PM)

views 5

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગઈકાલે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. આ અંતર...

જાન્યુઆરી 2, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 3:26 પી એમ(PM)

views 4

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ખેલમહાકુંભનાં ભાગ રૂપે ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા લેવલની વોલીબોલ, દોરડા ખેંચ,કબડ્ડી, ખોખો,એથ્લેટીક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા બનનાર...

જાન્યુઆરી 2, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 3:24 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો. અમારા દિવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, નાગવા સમાજ દ્વારા દર વર્ષે ધજા આરોહણની સાથે- સાથે ભજન કીર્તન તથા મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.

જાન્યુઆરી 2, 2025 3:03 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 3:03 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન- ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી આવેલા 104થી વધુ ટેકનોલોજી પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દર...

જાન્યુઆરી 2, 2025 9:14 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:14 એ એમ (AM)

views 3

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ ચામડીનું દાન થાય એ આજનાં સમયની જરૂરિયાત છે.