પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 25, 2025 7:42 પી એમ(PM)

views 208

છેલ્લા પાંચ વર્ષમાં 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ 

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાંરાજ્યના 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ છે. વિધાનસભાગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કેખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 12 હજાર 389 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરાઇ છે.ગત વર્ષે વર...

ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM)

views 12

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે રહી હતી. ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશ...

ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM)

views 26

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં 'કિસાન સન્માન સમારોહ' સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં 18 લાભાર્થીઓને 16 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરાયું હતું. આ કા...

ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM)

views 9

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તારીખ ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિ. જિલ્લા અન...

ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM)

views 16

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનાં વિરોધ પક્ષે સવાલો પૂછ્યાં

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનો વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યાં હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.વિપક્ષો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ગૃહમાં અપાયેલાં ઉત્તર અંગે પત્રકારોને માહિતી આ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 6

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલ...

ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM)

views 70

મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે

જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.  રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-4...

ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM)

views 32

આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ

સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો આજથી આરંભ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી આપી રહ્યા છે, અમારાં ગીર સોમનાથના પ્રતિનિધિ,રાજેશ ભજગોતર…(બાઇટ: રાજેશ ભજગોતર, PTC) નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિ...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 23

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરે...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 29

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23મી માર્ચે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 4 કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે. ધો. 12 વિજ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.