પ્રાદેશિક સમાચાર

માર્ચ 13, 2025 7:22 પી એમ(PM)

views 7

સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જે 16 માર્ચ સુધી અમલમાં રહેશે. તહેવાર દરમિયાન સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માર્ચ 13, 2025 7:20 પી એમ(PM)

views 16

અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે.

અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે. આ જથ્થો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવાયો હોવાની માહિતી મળતા ગુના શાખા અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી તે દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા. જેમાં તપાસ કરતાં...

માર્ચ 13, 2025 7:17 પી એમ(PM)

views 11

બોટાદ જિલ્લાના સોસલા ગામે કાળુભાર નદીમાં ડૂબી જતાં બે યુવકના મોત થયા છે.

બોટાદ જિલ્લાના સોસલા ગામે કાળુભાર નદીમાં ડૂબી જતાં બે યુવકના મોત થયા છે. કુલ 4 પૈકી બે યુવકો ન્હાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

માર્ચ 13, 2025 7:17 પી એમ(PM)

views 18

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર’નુ સમાપન થયું છે.

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા 'ડાંગ દરબાર'નુ સમાપન થયું છે. ડાંગના માજી રાજવીશ્રીઓના સન્માન સાથે ૯ થી ૧૨ માર્ચ દરમિયાન, આહવા ખાતે, ડાંગ દરબાર યોજાયો હતો. આ લોકમેળામાં રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ૬૭ લાખ ૧૫ હજાર ૭૧૬ રૂપિયાનુ વાર્ષિક સાલિયાણુ પણ ચુકવવામા આવ્યુ હતુ. ચાર દિવસો સુધી યોજ...

માર્ચ 13, 2025 7:14 પી એમ(PM)

views 11

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

માર્ચ 13, 2025 7:13 પી એમ(PM)

views 9

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે.

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસની સેવા જેમ કે, મનીઑર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાને લગતી ફરીયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગે 20 માર્ચ સુધી ફરિયાદ કરી શકાશે.

માર્ચ 13, 2025 7:12 પી એમ(PM)

views 13

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે.

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે. હોળીના તહેવાર અને ઉનાળામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. જેમાં અસારવા આગ્રા કેંટ સ્પેશિયલ ટ્રેન આગામી 16 થી પહેલી એપ્રિલ સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે સવા નવ વાગ્યે ઉપડશે અને...

માર્ચ 13, 2025 7:11 પી એમ(PM)

views 8

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે. ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આધારિત ઉનાળુ પાક ન લેવા અપીલ કરવામાં આવી છે.

માર્ચ 13, 2025 3:10 પી એમ(PM)

views 16

દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના ...

માર્ચ 13, 2025 3:07 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.