પ્રાદેશિક સમાચાર

માર્ચ 16, 2025 9:26 એ એમ (AM)

views 14

જામનગરની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે મતદાન

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણી અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દસરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની સામાન્ય ચુંટણી રદ કરવામાં આવી હતી, રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવો ચુંટણી કાર્યક...

માર્ચ 16, 2025 9:23 એ એમ (AM)

views 11

લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો

ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે લુણાવાડા પાલિકા અ વર્ગમાં અપગ્રેડ કરાતા નવા આયોજન કરવામાં આવશે તેમ લુણાવાડાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું

માર્ચ 16, 2025 9:17 એ એમ (AM)

views 5

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબ્યાં

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. ઘટના ની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. પાંચ પૈકી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા જ્યારે આ અહેવાલ મળ્યાં ત્યાં સુધીમાં એક બાળકની શોધખોળ થઇ રહી છે. અમા...

માર્ચ 16, 2025 9:14 એ એમ (AM)

views 9

અનેક એવોર્ડ મેળવનાર મેઘાવી ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન

ગુજરાતી સાહિત્યનાં મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું ગતરાત્રે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમનું અનેરૂ યોગદાન રહ્યું છે. પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, અને ચરિત્ર નિંબધોના લેખક એવા સ્વર્ગિય રજનીકુમારના પુસ્તકો હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી જેવી ભાષાઓમાં અ...

માર્ચ 16, 2025 9:12 એ એમ (AM)

views 21

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાશે

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે. સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ...

માર્ચ 16, 2025 9:09 એ એમ (AM)

views 17

RTE એકટ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરી

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા બેઠકોમાં ધોરણ-એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-એકમાં વિનામૂલ્યે પ્રવેશ ...

માર્ચ 16, 2025 9:11 એ એમ (AM)

views 14

ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી,વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ ન હોય તો ઇ-ચલણ અપાશે

આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે "e-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ...

માર્ચ 15, 2025 7:41 પી એમ(PM)

views 8

તારીખ 22 માર્ચનાં રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામા આવશે

તારીખ 22 માર્ચનાં રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામા આવશે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત શનિવાર, 22 માર્ચન...

માર્ચ 15, 2025 7:39 પી એમ(PM)

views 7

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે બનાસકાંઠાના  જિલ્લા કાર્યાલય “બનાસ કમલમ” નુ લોકાર્પણ કર્યું

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે બનાસકાંઠાના  જિલ્લા કાર્યાલય “બનાસ કમલમ” નુ લોકાર્પણ કર્યું. આ તકે, મંત્રી શ્રી પાટીલે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં પણ જિલ્લા લેવલે  પાર્ટીના પોતાના કાર્યાલય બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને આ નવીન કાર્યાલયો થકી ...

માર્ચ 15, 2025 7:38 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું

દરમિયાન, મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસની આ બિઝનેસ મીટમાં યુવાનો માટે રોજગાર મેળાનું તથા બીટુબી અને બીટુસી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.