પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 20, 2025 11:01 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 11:01 એ એમ (AM)

views 4

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 897.17 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. આ બજેટમાં નડીયાદ નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ બજેટમાં સ્વચ્છતાના કામો, પાણી નિકાલ, પર્યાવરણ અને આરોગ્યને લગતા કામો અને અર્બન લાઈવલીહુડને પણ પ્રાધાન્ય અપાયુ છે.

ફેબ્રુવારી 20, 2025 9:46 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 9:46 એ એમ (AM)

views 5

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે.

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે ગઇકાલે વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માંટે કરેલા આયોજનો કાર્યક્રમો તથા યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ...

ફેબ્રુવારી 19, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:54 પી એમ(PM)

views 3

ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે

ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2 જી માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામ...

ફેબ્રુવારી 19, 2025 7:52 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:52 પી એમ(PM)

views 2

મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે

મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે વન વીક વન રોડ અંર્તગત આજે શહેરના સામાકાંઠા વિસ્તારના શોભેશ્વર રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મેઇન રોડ પર વર્ષોથી બની ગયેલા કાચા પાકા મકાનો, દુકાનોના દબાણો દૂર કરાયા હતા. આ અંગે વધુ માહિતી મ્યુન...

ફેબ્રુવારી 19, 2025 7:50 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:50 પી એમ(PM)

views 7

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે

સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. તો 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ લોકો તાપી જિલ્લાના નીંદવાળા ગામના વતની છે અને લગ્નપ્રસંગ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

ફેબ્રુવારી 19, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:48 પી એમ(PM)

views 3

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદમા મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. સાત દિવસની  આ ટુર્નામેન્ટમાં ત્રણ વયજૂથની સ્પર્ધાઓમાં 513 ખેલાડી ભાઈઓએ  ભાગ લીધો હતો.જેમાં અં-૧૪ એજ ગ્રુપમાં પ્રથમ અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતિય પાટણની ટીમ, અં-૧૭મા અરવલ્લીની ટીમ પ્રથમ અને દ્વિતિય અમદાવાદ ગ્રામ્યની ટીમ અ...

ફેબ્રુવારી 19, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:47 પી એમ(PM)

views 3

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને ૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વિઠ્ઠલપુર ગામમાં મહેસુલ અને ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ક્વોરી લિઝની બિલ્ડિંગ...

ફેબ્રુવારી 19, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:45 પી એમ(PM)

views 3

વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું

વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે 36 લાખ રૂદ્રાક્ષથી બનેલા 36 ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. 15 કુંવારી કન્યાઓના હસ્તે સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શિવલિંગનું અ...

ફેબ્રુવારી 19, 2025 7:42 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:42 પી એમ(PM)

views 3

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે આ જ્ઞાનસહાયકોને નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં. ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમ શાળાઓને લગતી અરજી ઉપર મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ ...

ફેબ્રુવારી 19, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 2:16 પી એમ(PM)

views 3

15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો

15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો. સૌપ્રથમ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડૉ. મનમોહન સિંઘ અને ધારાસભ્ય સ્વર્ગીય કરસન સોલંકી, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વર્ગીય શંભુજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્યો સ્વર્ગીય નેમજી કેનીયા અને સ્વર્ગીય કમલેશ પટેલના અવસા...