રાષ્ટ્રીય

જાન્યુઆરી 21, 2025 8:13 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 8:13 પી એમ(PM)

views 2

પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી

પશ્ચિમ બંગાળ સરકારે આજે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી છે.કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે ગઈકાલે આ કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી.કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

જાન્યુઆરી 21, 2025 8:10 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 8:10 પી એમ(PM)

views 1

દેશનું અવકાશ અર્થતંત્ર એક દશકમાં આઠ અબજ ડોલરથી વધીને ૪૪ અબજ ડોલર સુધી પહોંચે તેવી કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આશા વ્યક્ત કરી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે દેશનું અવકાશ અર્થતંત્ર આઠ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે અને આગામી દાયકામાં તે ૪૪ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ડૉ. સિંહે કહ્યું કે સ્વદેશી ગગનયાન મિશન, ૨૦૨૭માં આગામી ચંદ્રયાન-૪ મિશન, ૨૦૨૮માં શુક...

જાન્યુઆરી 21, 2025 8:07 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 8:07 પી એમ(PM)

views 5

છત્તીસગઢમાં નકસલવાદીઓને ઠાર કરવાની ઘટનાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટી સફળતા રૂપ ગણાવી

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 જેટલા નકસલવાદીઓ ઠાર કર્યા હતા. આ અંગે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સલામતી દળોને મળેલી આ સફળતાને નક્સલવાદને વધુ એક મોટા ફટકા સમાન ગણાવી છે. ગૃહમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે “નક્સલવાદને બીજો મોટો ફટકો. આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલમુક્ત બનાવવાની દિશામાં મોટી સફળતા...

જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM)

views 2

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સ્પેનની ખેલાડીએ આજે સવારે રોડ લેવર એરેના ખાતે તેના અમેરિકન હરીફ કોકો ગૌફને હરાવી હતી.મિક્સ ડબલ્સમાં, ભારતના રોહન બોપન્ના અને ચીનના તેના સાથી ઝાંગ શુઆઈ મેલબોર્નમાં અંતિમ આઠ મુકાબલામાં જોન પીઅર્સ અને ઓ...

જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. ઉદ્યાનમાં બુકિંગ અને પ્રવેશ નિઃશુલ્ક છે અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી મુલાકાત બુક કરી શકાશે.રાષ્ટ્...

જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. એક સંદેશામાં મોદીએ જણાવ્યું છે કે, દેશનાં વિકાસમાં મણિપુરનાં લોકોએ ભજવેલી ભૂમિકા બદલ સમગ્ર દેશને ગર્વ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કુદરતી સૌંદર્ય અને લોકોનાં ઉદ્યમશીલ સ્વભાવ માટે મેઘાલય જાણ...

જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM)

views 2

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરાયું

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.પાસવાને કહ્યું કે, ભારતની પ્રગતિથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.માધ્યમો સાથે વાત કરતા પાસવાને કહ્યું કે,...

જાન્યુઆરી 21, 2025 2:11 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:11 પી એમ(PM)

views 4

કુંભ મેળો દેશના અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપે તેવો અંદાજ

અને હવે મહાકુંભ અંગેના સમાચાર...(MUSIC MAHAKUMBH OPENING) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાખો શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે.મહાકુંભમાં આવતા શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે સરકારે વિશેષ વ્યવસ્થાઓ કરી છે.વિશ્વનાં આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ઉતરપ્રદેશ સરકાર અને દેશનાં અર્થતંત્રને પ...

જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM)

views 4

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPFની ટુકડીએ 14 માઓવાદી ઠાર કર્યા

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર ગઈકાલે રાત્રે પોલીસ તેમજ કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFની ટુકડીએ સંયુક્ત અભિયાનમાં ઓછામાં ઓછા 14 માઓવાદી ઠાર કર્યા છે. આમાં નક્સવાદીઓની કેન્દ્રિય સમિતિનો કુખ્યાત સભ્ય જયરામ ઉર્ફે ચલપતિ પણ ઠાર મરાયો છે. તેની ઉપર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.અમારા પ્રતિનિધિએ જણાવ્...

જાન્યુઆરી 21, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 1:59 પી એમ(PM)

views 4

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.બંને નેતાઓએ પરસ્પર તકોનો લાભ લેવા માટે મુખ્ય પરિબળો તરીકે વિદેશી વેપાર પર બેલ્જિયમની નોંધપાત્ર નિર્ભરતા અને ભારતની ગતિશીલ, વિકસતી અર્થવ્યવસ્થાને સ્વીકારી. તેમણ...