રાષ્ટ્રીય

ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM)

views 7

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં, દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે, લગભગ 1 કરોડ 43 લાખ ભક્તોએ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી.

ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM)

views 5

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે ...

ફેબ્રુવારી 23, 2025 8:56 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:56 એ એમ (AM)

views 5

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે, આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે,આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.ડૉ. જયશંકરે કહ્યું કે,પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારો તાલમેલ હતો. શ્રી મોદીએ 12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે દરમિયાન બંન...

ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM)

views 4

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે એક સમિતિની રચના ક...

ફેબ્રુવારી 23, 2025 8:53 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:53 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે.અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે ભોપાલ...

ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ...

ફેબ્રુવારી 22, 2025 8:01 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 8:01 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે. પુણેના પાંચ યુવાનો દરિયામાં ન્હાવા ઉતર્યા હતા, ત્યારે તીવ્ર મોજાના લીધે બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે એકને ઇજા થઇ છે.

ફેબ્રુવારી 22, 2025 8:00 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 8:00 પી એમ(PM)

views 10

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા પદવીદાન સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 202...

ફેબ્રુવારી 22, 2025 7:56 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:56 પી એમ(PM)

views 2

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા છે. જિલ્લા અને આકાંક્ષાવાળા ઘટકોમાં સર્વગ્રાહી વિકાસ માટે કામગીરી કરનાર કર્મચારીઓને પાંચ પુરસ્કારો અપાશે. આ ઉપરાંત નવકલ્પના શ્રેણીમાં છ પુરસ્કારો અપાશે. ઉલ્લેખનીય છે કે આગામી 21મી એપ્રિલે...

ફેબ્રુવારી 22, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:55 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે.

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600 થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહ...