રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 7:26 પી એમ(PM)

views 13

અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો

5મી ફેબ્રુઆરીએ અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતે ખાસ કરીને પ્રત્યાર્પણ કરાયેલા મહિલાઓને બેડીઓમાં બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ માહિતી આજે લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિ...

માર્ચ 21, 2025 7:22 પી એમ(PM)

views 9

નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે : ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી...

માર્ચ 21, 2025 7:19 પી એમ(PM)

views 8

સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂ.10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે કૃષિ મંત્રાલયની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ...

માર્ચ 21, 2025 7:16 પી એમ(PM)

views 35

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે, સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા...

માર્ચ 21, 2025 7:14 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, એઈમ્સ એક એવી સંસ્થા છે જેણે આરોગ્યસંભાળ, તબીબી શિક્ષણ અને જીવન વિજ્ઞાન સંશોધનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. શ્રી...

માર્ચ 21, 2025 7:13 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ અગાઉ, કોલસા અને ખાણકામ મંત્ર...

માર્ચ 21, 2025 6:25 પી એમ(PM)

views 15

ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ભારત સરકારના "દેખો અપના દેશ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.જે અંતર્ગત IRCTC  દ્વારા"ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા"માં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રાની માટે  ખાસ પ્રવાસી ટ્રે...

માર્ચ 21, 2025 6:16 પી એમ(PM)

views 7

ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અ...

માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 17

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ જંગલો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર ભાર મૂકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતમાં જંગલો ફક્ત જીવસૃષ્ટિ જ નથી, તે જીવનરેખા છે, જે આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને જૈવવિવિધતાનો અભિન્ન ભાગ છે. ભારતની વન સંરક્ષણ પ્...

માર્ચ 21, 2025 6:10 પી એમ(PM)

views 11

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. લોકસભામાં તેમના મંત્રાલયને લગતી ગ્રાન્ટની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જ્યારે 2019 માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.