રાષ્ટ્રીય

ફેબ્રુવારી 25, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:05 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં દિવસના પ્રવાસે 5 જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં 5 દિવસના પ્રવાસે જશે. તેઓ પહેલી માર્ચ સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં પ્રવાસે રહેશે. આજે મુર્મૂ બિહારમાં પટના મૅડિકલ કૉલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે મુર્મૂ મધ્યપ્રદેશમાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા યોજાનારા સામૂહિક...

ફેબ્રુવારી 25, 2025 2:02 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:02 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં રોકાણ સંમેલનમાં જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનો ઝડપી વિકાસ નિશ્ચિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ વિશ્વના તમામ નિષ્ણાતોમાં એક વાત અંગે નિશ્ચિતતા છે અને એ ભારતના ઝડપી વિકાસની છે.” આસામના ગુવાહાટીમાં એડવાન્ટૅજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનના પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કરતાં મોદીએ આ મુજબ જણાવ્યું. મોદીએ એડવાન્ટૅજ આસામ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 37

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલ...

ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM)

views 3

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ - WPLમાં, આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિંલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા અહેવાલ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે 7 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્...

ફેબ્રુવારી 24, 2025 8:27 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:27 પી એમ(PM)

views 4

ભારત અને ઈંગ્લેન્ડ મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા

ભારત અને ઈંગ્લેન્ડ આજે મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ઈંગ્લેન્ડના વેપાર અને વાણિજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી હતી. ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે ઈંગ્લેન્ડમાં ચૂંટણીઓને કારણે FTA પરની ...

ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે

મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. મોદી એ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ, પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે. (બાઇટ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી – PM DREAM BYTE)

ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM)

views 8

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું...

ફેબ્રુવારી 24, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:13 પી એમ(PM)

views 4

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં ફ્રેડ્રીક મર્ઝની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત વિરોધ પક્ષોના ગઠબંધનનો વિજય

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન પક્ષોએ જીત માટે જરૂરી સરસાઈ મેળવી લીધી છે. આ સાથે તેમના નેતા ફ્રેડ્રીક મર્ઝ માટે આગામી ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થયો છે. બીજી બાજુ, જમણેરી પક્ષ ઓલ્ટરનેટિવ ફોર જર્મની- AFD અત્યાર સુધીનો સા...

ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM)

views 3

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું છે. આજે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ભાજપના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા.ત્યારબાદ લવલીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ...

ફેબ્રુવારી 24, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:21 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છૂટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો છૂટા કરશે.આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં લગભગ અઢી કરોડ ખેડ...