રાષ્ટ્રીય

માર્ચ 1, 2025 7:35 પી એમ(PM) માર્ચ 1, 2025 7:35 પી એમ(PM)

views 9

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવે આજે જણાવ્યું હતું કે શ્રી શૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા આઠ કામદારોની ઓળખ થઈ ગઈ છે

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવે આજે જણાવ્યું હતું કે શ્રી શૈલમ લેફ્ટ બેંક કેનાલ સુરંગમાં ફસાયેલા આઠ કામદારોની ઓળખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આવતીકાલ સાંજ સુધીમાં ચાર લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બાકીના ચાર લોકોને બચાવવામાં બે દિવસનો સમય લાગી શકે છે. ટનલની છતન...

માર્ચ 1, 2025 7:33 પી એમ(PM) માર્ચ 1, 2025 7:33 પી એમ(PM)

views 3

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગને કારણે, સરકાર દ્વારા જનતા પાસેથી વસૂલવામાં આવતા કરનું સંચાલન આજે વધુ સારી રીતે થઈ રહ્યું છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગને કારણે, સરકાર દ્વારા જનતા પાસેથી વસૂલવામાં આવતા કરનું સંચાલન આજે વધુ સારી રીતે થઈ રહ્યું છે. નાણામંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં 49મા સિવિલ એકાઉન્ટ્સ ડે ઉજવણીમાં જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સરકાર...

માર્ચ 1, 2025 7:26 પી એમ(PM) માર્ચ 1, 2025 7:26 પી એમ(PM)

views 2

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં હિમસ્ખલનમાં 50 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 5 કામદારોની શોધ ચાલી રહી છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં હિમસ્ખલનમાં 50 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 5 કામદારોની શોધ ચાલી રહી છે. દરમિયાન, ચાર ઇજાગ્રસ્ત કામદારોના મૃત્યુ થયા છે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિનો તાગ મેળવવા અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ ...

માર્ચ 1, 2025 2:05 પી એમ(PM) માર્ચ 1, 2025 2:05 પી એમ(PM)

views 1

આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે :પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે. આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો ભારતનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, કૃ...

માર્ચ 1, 2025 2:03 પી એમ(PM) માર્ચ 1, 2025 2:03 પી એમ(PM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. મીડિયાને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે, સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતીક 'તોરણ' જેવી મુખ્ય વિશેષતા...

માર્ચ 1, 2025 2:06 પી એમ(PM) માર્ચ 1, 2025 2:06 પી એમ(PM)

views 2

આજે વિશ્વભરના લોકો ભારતને જાણવા માંગે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વ ભારત તરફ આતુરતાથી જોઈ રહ્યું છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવ 2025 ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના લોકો ભારતને જાણવા માંગે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, તેમણે દેશ સમક્ષ 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ફોર ગ્લોબલ'નું વિઝન મૂક્યું હતું અને...

માર્ચ 1, 2025 2:00 પી એમ(PM) માર્ચ 1, 2025 2:00 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો મુજબ, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે, યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો માન્ય રહેશે. પાસપોર્ટ નિયમો-1980માં સુધારો જારી કરવા માટે એક સત્તાવાર સૂચના જારી...

માર્ચ 1, 2025 1:58 પી એમ(PM) માર્ચ 1, 2025 1:58 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણીપુર સુરક્ષા સ્થિતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. શ્રી શાહની અધ્યકસ્થામાં યોજાયેલી બેઠકમાં નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી છે.

માર્ચ 1, 2025 9:33 એ એમ (AM) માર્ચ 1, 2025 9:33 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લેશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુંબઈમાં કે.પી.બી. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના વાર્ષિક દિવસ સમારોહમાં હાજરી આપશે.

માર્ચ 1, 2025 9:31 એ એમ (AM) માર્ચ 1, 2025 9:31 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન, ચેનલ ન્યૂઝએક્સ વર્લ્ડ પણ લોન્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ આ કોન્ક્લેવ માટે વિવિધ ક્ષેત્રના લોકોને એકસાથે લાવવા બદલ ITV નેટવર્ક અને ફાઉન્ડેશનની પ્રશંસા કરી. તેમણે વધુમા...