ફેબ્રુવારી 19, 2025 2:33 પી એમ(PM)

views 8

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે. આ નિર્ણય દેશનિકાલનો સામનો કરી રહેલા લોકોને અસર કરશે, જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. જોકે, અમેરિકાના ગૃહ વિભાગે આ આદેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ફેબ્રુવારી 19, 2025 2:32 પી એમ(PM)

views 9

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે. વડોદરામાં ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120...

ફેબ્રુવારી 19, 2025 2:28 પી એમ(PM)

views 12

દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે

દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. આજના જ દિવસે વર્ષ 1630ના રોજ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમ જ મુઘલ શાસનને પડકાર આપ્યો હતો. તેમને તેમના પ્રગતિશીલ ને...

ફેબ્રુવારી 19, 2025 2:25 પી એમ(PM)

views 12

દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે

દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે. બેઠકમાં ભાજપના તમામ નવનિયુક્ત ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા ભાગ લેશે. બેઠક દરમિયાન દિલ્હીના આગામી મુખ્યમંત્રીના નામને આખરી ઓપ અપાશે. નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે સવારે રામલીલા મેદાનમાં યોજાશે. ઉલ્લેખનીય છે...

ફેબ્રુવારી 19, 2025 2:22 પી એમ(PM)

views 10

ગ્રામીણ નાગરિકોના જીવનને વધુ આરામદાયક બનાવવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી અનેક પહેલોએ દેશના અર્થતંત્રને નવી ગતિ આપી છે

ગ્રામીણ નાગરિકોના જીવનને વધુ આરામદાયક બનાવવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી અનેક પહેલોએ દેશના અર્થતંત્રને નવી ગતિ આપી છે.  ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં આફ્રિકન-એશિયન ગ્રામીણ વિકાસ સંગઠન AARDOની કારોબારી સમિતિના 77મા સત્રનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું. તેમણે ભાર મૂક્યો કે...

ફેબ્રુવારી 19, 2025 2:20 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જશે. તેઓ જોહાનિસબર્ગમાં G-20 દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, બેઠકમાં ડૉ. જયશંકરની ભાગીદારી G-20 દેશ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાની સાથે  ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત બનાવશે. વિદેશ મંત્રીઓન...

ફેબ્રુવારી 19, 2025 2:16 પી એમ(PM)

views 6

15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો

15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો. સૌપ્રથમ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડૉ. મનમોહન સિંઘ અને ધારાસભ્ય સ્વર્ગીય કરસન સોલંકી, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વર્ગીય શંભુજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્યો સ્વર્ગીય નેમજી કેનીયા અને સ્વર્ગીય કમલેશ પટેલના અવસા...

ફેબ્રુવારી 19, 2025 2:13 પી એમ(PM)

views 208

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે પદભાર સંભાળ્યો

નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે જ્ઞાનેશ કુમારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે. શ્રી કુમારે આ પદ પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન ગ્રહણ કર્યું છે. પદ સંભાળ્યા બાદ પોતાના સંદેશમાં શ્રી કુમારે કહ્યું, રાષ્ટ્ર નિર્માણ માટે પહેલું પગલું મતદાન છે અને દેશના દરેક નાગરિકે મતદ...

ફેબ્રુવારી 19, 2025 2:10 પી એમ(PM)

views 10

પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત 5 રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની સમિતિએ ગયા વર્ષે અચાનક આવેલા પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ રકમ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ- NDRFમાંથી તરફથી જાહેર કરવામાં ...

ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM)

views 9

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16 ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટ...