ફેબ્રુવારી 19, 2025 2:25 પી એમ(PM)

printer

દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે

દિલ્હી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે. બેઠકમાં ભાજપના તમામ નવનિયુક્ત ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા ભાગ લેશે. બેઠક દરમિયાન દિલ્હીના આગામી મુખ્યમંત્રીના નામને આખરી ઓપ અપાશે. નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે સવારે રામલીલા મેદાનમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠક જીતી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.