માર્ચ 2, 2025 10:02 એ એમ (AM)

views 15

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવામ...

માર્ચ 2, 2025 10:01 એ એમ (AM)

views 11

ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે.

રમઝાન દરમિયાન ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફના યુદ્ધવિરામ લંબાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવા સંમત થયા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુદ...

માર્ચ 2, 2025 9:58 એ એમ (AM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ તિરુવનંતપુરમમાં ભારતીય વિચારકેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી પરમેશ્વરન મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપશે.

માર્ચ 2, 2025 9:56 એ એમ (AM)

views 17

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. સંગારેડીના કલેક્ટર વી. ક્રાંતિએ IIT-હૈદરાબાદના અધિકારીઓ, પોલીસ અને સ્ટાફ સાથે ઉપરાષ્ટ્રપતિની મુલાકાતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને શમશાબાદ...

માર્ચ 2, 2025 9:53 એ એમ (AM)

views 7

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો.

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટનની જોડીને 3-6, 7-6, 10-8 થી પરાજય આપ્યો હતો.યુકીના કરિયરનું આ ચોથું એટીપી ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા...

માર્ચ 2, 2025 9:51 એ એમ (AM)

views 11

મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો.

મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ 'તરાવીહ' અદા કરી હતી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. દરમ્યાન અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે.

માર્ચ 2, 2025 9:49 એ એમ (AM)

views 10

સંયુક્ત આરબ અમીરાતના અખબારોએ મહાકુંભ મેળાની પ્રશંસા કરી

સંયુક્ત આરબ અમીરાત-યુએઈના અખબારોએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાની પ્રશંસા કરી છે. ગલ્ફ ન્યૂઝ, ખલીજ ટાઇમ્સ, ગલ્ફ ટુડે અને ધ નેશનલ જેવા અખબારોએ આ કાર્યક્રમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, આધ્યાત્મિક મહત્વ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના થી જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ખલીજ ટાઇમ...

માર્ચ 2, 2025 9:00 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – આજે જામનગર અને સોમનાથની મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. તેઓ આગામી બે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી આજે પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વંતારાની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે.

માર્ચ 2, 2025 8:59 એ એમ (AM)

views 10

ફેબ્રુઆરીમાં દેશની GST આવક 9.1 ટકા વધીને એક લાખ 84 હજાર કરોડ થઈ.

આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશની કુલ વસ્તુ અને સેવા કર (GST) ની આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 9.1 ટકા વધીને એક લાખ 84 હજાર કરોડ થઈ છે. ફેબ્રુઆરી સતત બારમો મહિનો છે જ્યારે GST આવક એક લાખ 70 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે. માહિતી અનુસાર, કેન્દ્રીય જીએસટીથી 35 હજાર 204 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી ...

માર્ચ 2, 2025 8:57 એ એમ (AM)

views 12

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષ...