માર્ચ 2, 2025 3:23 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વીજાપુરમાં પિલવાઇ ખાતે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવનનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વીજાપુરના પિલવાઇ ખાતે નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત શ્રી શાહે જી સી હાઇસ્કુલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું.

માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપા...

માર્ચ 2, 2025 3:41 પી એમ(PM)

views 9

પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો

પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ 'તરાવીહ' અદા કરવામાં આવી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથ...

માર્ચ 2, 2025 3:14 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ પોરબંદર ચોપાટી પર આશરે 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું. શ્રી માંડવિયાએ કસરતના મહત્વને સમજાવ્યું હતું. શ્રી માંડવિયા બગવદર ગામમાં રાંદલ માતાજીનાં મંદિરે...

માર્ચ 2, 2025 2:47 પી એમ(PM)

views 14

ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાથી તે બનાવટી નથી

ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાનો અર્થ એ નથી કે ઓળખ કાર્ડ નકલી છે અથવા મતદાર બનાવટી છે. પંચે સ્પષ્ટતા કરી કે, કેટલાક મતદારોનો EPIC નંબર સમાન હોઈ શકે છે, પરંતુ વસ્તી વિષયક માહિતી, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક જેવી અન્ય વિગત અલગ હોઈ શકે છે. ચ...

માર્ચ 2, 2025 2:36 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કઢાયા, ચાર શ્રમિકની શોધખોળ ચાલુ

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના માણા ગામમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત સરહદ માર્ગ સંગઠનની શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ચાર શ્રમિકનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યાના અહેવાલ છે. બરફમાં ફસાયેલા અન્ય ચાર શ્રમિકની માહિતી મળતાં યુદ્ધના ધોરણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આકાશવાણી સાથેની ...

માર્ચ 2, 2025 2:20 પી એમ(PM)

views 12

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે છે. કેરળના તિરુવનંતપુર હવાઈમથક ખાતે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મંત્રી જી આર. અનિલ સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું. શ્રી ધનખડ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાળા...

માર્ચ 2, 2025 2:09 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થમુક્ત ભારત બનાવવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું કે, સંપૂર્ણ તપાસના પરિણામે, સમગ્ર દેશમાં 12 વિવિધ કેસમાં માદક પદાર્થની હેરાફેરી કરનારા 29 આરોપીઓને અદાલતે દોષિત ઠેરવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે યુવાનોને વ્યસનમાં ધકેલી દેનારા અને માદક પદાર્થની હેરાફેરી કરનારાઓને સજા...

માર્ચ 2, 2025 10:07 એ એમ (AM)

views 9

રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ.

રાજ્ય કર વિભાગને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળાની આવક કરતાં સાત ટકા વધુ છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી સુધીમાં GST હેઠળ 67 હજાર 79 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની 58 હજાર 44...

માર્ચ 2, 2025 10:05 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે સન્ડે ઑન સાઈયલ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત શ્રી માંડવિયા આજે સવારે પોરબંદર બંદરની મુલાકાત લેશે. ત્યારબાદ બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધકાર્યોનું લ...