આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશની કુલ વસ્તુ અને સેવા કર (GST) ની આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 9.1 ટકા વધીને એક લાખ 84 હજાર કરોડ થઈ છે.
ફેબ્રુઆરી સતત બારમો મહિનો છે જ્યારે GST આવક એક લાખ 70 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે. માહિતી અનુસાર, કેન્દ્રીય જીએસટીથી 35 હજાર 204 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 43 હજાર 704 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટીથી 90 હજાર 870 કરોડ રૂપિયા અને કોમ્પેન્સેશન સેસમાંથી 13 હજાર 868 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. ફેબ્રુઆરી દરમિયાન 20 હજાર 889 કરોડ રૂપિયાનું રિફંડ કરવામાં આવ્યું હતું. રિફંડમાં મુક્તિ બાદ ફેબ્રુઆરીમાં ચોખ્ખી GST વસૂલાત 8.1 ટકા વધીને લગભગ એક લાખ 63 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ.ફેબ્રુઆરી દરમિયાન કુલ GST આવકમાં સ્થાનિક આવક 10.2 ટકા વધીને એક લાખ 42 હજાર કરોડ અને આયાત આવક 5.4 ટકા વધીને 41 હજાર 702 કરોડનો સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 2, 2025 8:59 એ એમ (AM)
ફેબ્રુઆરીમાં દેશની GST આવક 9.1 ટકા વધીને એક લાખ 84 હજાર કરોડ થઈ.