ડિસેમ્બર 11, 2024 10:03 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 10:03 એ એમ (AM)
8
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં શરૂ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ, સવાર નવ વાગ્યેને 50 મિનિટે શરૂ થશે. ઑસ્ટ્રેલિયા શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી મેચ પાંચ વિકેટથી અને બીજી મેચ 122 રનથી જીતી હતી. આ બંને મેચ બ્રિસ્બનમાં રમાઈ હતી.