રમતગમત

જૂન 30, 2025 7:51 એ એમ (AM)

views 8

બેડમિન્ટનમાં,આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો

બેડમિન્ટનમાં, 20 વર્ષીય આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો હતો. આયુષે ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે કમાન્ડિંગ 21-18,21-13 જીત હાંસલ કરી. આત્મવિશ્વાસ અને ચોકસાઇ સાથે રમતા, શેટ્ટીએ રમતમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને શરૂઆતથી જ કેનેડિયન શટલરને બેકફૂટ પર રાખ્યો હતો. આ ખિતાબ સાથે, શેટ્ટીએ ...

જૂન 29, 2025 1:13 પી એમ(PM)

views 8

US ઓપન બેડમિન્ટનમાં ફાઇનલમાં પહોંચેલા ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્માનો આજે પોતપોતાની મેચમાં મુકાબલો.

યુએસ ઓપન 2025 બેડમિન્ટનમાં, ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્મા પુરુષ અને મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચ્યા હતા.ગઇકાલે રાત્રે યુએસએના આયોવાના કાઉન્સિલ બ્લફ્સમાં મિડ-અમેરિકા સેન્ટર ખાતે રમાયેલી મેચમાં યુક્રેનની સાતમી ક્રમાંકિત બુહરોવા સામે 21-14,21-16 જીત સાથે તન્વીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્ય...

જૂન 29, 2025 9:21 એ એમ (AM)

views 16

અમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને 4-2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી 2જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોના ખિતાબ જીત્યો છે.મહિલાઓની ફાઇનલમાં, અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનુ પહેલુ ...

જૂન 29, 2025 8:44 એ એમ (AM)

views 10

મહિલા હોકીમાં ચીને બર્લિનમાં ભારત સામે જીત મેળવી

મહિલા હોકીમાં, એફઆઈએચ પ્રો લીગમાં ગઈ કાલે ચીને બર્લિનમાં ભારત સામે 3-0 થી જીત મેળવી હતી. આ સાથે ભારત સ્પર્ધામાંથી નીકળી જવાની અણી પર આવી ગયું છે.ટેબલમાં નવમા ક્રમે રહેલાં ભારતની આશા અન્ય મેચોનાં પરિણામ પર અને આજે ફરી એક વાર ચીન સામે રમાનારી મેચ પર છે.

જૂન 29, 2025 8:12 એ એમ (AM)

views 9

મહિલા ક્રિકેટમાં, ભારતે ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 62 બોલમાં 112 રન બનાવી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી.હ...

જૂન 28, 2025 1:59 પી એમ(PM)

views 10

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આજે અમેરિકાના આયોવામાં યોજાયેલી મહિલા સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં તન્વીએ મલેશિયાની લેત્શાના કરુપથેવનને 21-13, 21-16 થી હાર આપી હતી. પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલમાં આયુષે ચાઇનીઝ તાઇપેઈની કુઓ કુઆન ...

જૂન 28, 2025 8:39 એ એમ (AM)

views 7

ભારતીય ટીમ એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલ પહોંચી

ભારતીય ટીમે એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે કોલંબોમાં યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે કતારને 3-0થી હરાવ્યું. પંકજ અડવાણીએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અલી અલ ઓબેદલીને હરાવ્યો. અન્ય એક સિંગલ્સમાં આદિત્ય મહેતાએ બશર અબ્દુલ મજીદને હરાવ્યો. ડબલ્સમાં અડવાણી અને બ્રિજેશે અલ ...

જૂન 28, 2025 8:26 એ એમ (AM)

views 38

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ એક દિવસીય ત્રિકોણીય શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શન બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે તાજેતરમાં વેસ્ટ ઇન્ડી...

જૂન 27, 2025 9:41 એ એમ (AM)

views 13

મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે

મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે. ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ હોકી યુનિટ ઓફ તમિલનાડુને 4-1થી હરાવ્યું. બીજી સેમિફાઇનલમાં હોકી પંજાબે હોકી હરિયાણાને 3-2થી હરાવ્યું. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ...

જૂન 26, 2025 9:30 એ એમ (AM)

views 13

આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, કેરળ, માહે, મધ્ય મહારાષ્ટ્ર, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.