જૂન 27, 2025 9:41 એ એમ (AM)

printer

મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે

મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓડિશાનો મુકાબલો પંજાબ સામે થશે. ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ હોકી યુનિટ ઓફ તમિલનાડુને 4-1થી હરાવ્યું. બીજી સેમિફાઇનલમાં હોકી પંજાબે હોકી હરિયાણાને 3-2થી હરાવ્યું.
ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ બપોરે બે વાગ્યે શરૂ થશે. જ્યારે તમિલનાડુ કાંસ્ય ચંદ્રક માટે હરિયાણા સામે ટકરાશે.
પુરુષોના હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપની ફાઇનલમાં હોકી યુનિટ ઓફ તમિલનાડુ આજે સાંજે ચાર વાગ્યે ચેન્નાઈમાં હોકી મહારાષ્ટ્ર સામે ટકરાશે.
પ્રથમ સેમિફાઇનલમાં હોકી યુનિટ ઓફ તમિલનાડુએ હોકી ચંદીગઢને 3-0થી હરાવ્યું, જ્યારે બીજી સેમિફાઇનલમાં હોકી મહારાષ્ટ્રે હોકી એસોસિએશન ઓફ ઓડિશાને 4-1થી હરાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.