પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 10, 2024 10:06 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:06 એ એમ (AM)

views 7

વલસાડ તાલુકામાં મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો સેન્સર રોબોટીક પ્રોજેકટ બનાવ્યો

વલસાડ તાલુકામાં મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો સેન્સર રોબોટીક પ્રોજેકટ બનાવ્યો છે. 2 હજાર 500થી 3 હજાર રૂપિયાના ખર્ચે એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા પછી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈએ માહિતી આપી હતી.

ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM)

views 3

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, GST વિભાગે ગત 5 ડિસેમ્બરે અમદાવાદમાં કૃત્રિમ ફૂલ અને અન્ય સુશોભન વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા 11 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. તપા...

ડિસેમ્બર 10, 2024 10:03 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:03 એ એમ (AM)

views 5

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં “આદિજાતિ જન-ઉત્કર્ષ મહોત્સવ 2024” કાર્યક્રમનો પ્રારંભ થશે.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં “આદિજાતિ જન-ઉત્કર્ષ મહોત્સવ 2024” કાર્યક્રમનો પ્રારંભ થશે. આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ચિખલામાં આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજે અને આવતીકાલે એમ 2 દિવસના કાર્યક્રમનું આ...

ડિસેમ્બર 10, 2024 10:01 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:01 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં GRIT અને IIM અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફૉર્મેશન - GRITની સંચાલન સંસ્થાની પ્રથમ બેઠક ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગઈ. બેઠકમાં GRITની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ કરાયો હતો. તેમજ GRITનાં નવનિયુક્ત મુખ્ય કાર્યકારી અધિકારી- CEO એસ. અપર્ણાએ GRITની અ...

ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM)

views 5

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે, તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે.

ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)

views 4

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે.. આ ગુનાઓમાં રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ઘટાડો થયો છે. ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬ હજાર ૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્...

ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું કે આજે ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોના આધાર પર આગળ વધી રહ્યું છે.. તેમણે ઉમેર્યુ હતું કે અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે...

ડિસેમ્બર 9, 2024 6:58 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 3

થાઇલેન્ડમાં બેંગકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજે વડનગર ખાતે આવી પહોંચી હતી

થાઇલેન્ડમાં બેંગકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજે વડનગર ખાતે આવી પહોંચી હતી. આ ધમ્મયાત્રામાં આવેલા થાઇલેન્ડના પ્રતિનિધિમંડળે વડનગર ખાતે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. ભારતમાં 2 થી 10 ડિસેમ્બર દરમિયાન મેકોંગ-ગંગા ડેક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી ...

ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી-બે ગામના રાજેન્દ્રકુમાર કાળુભાઈ પગીને એવોર્ડ એનાયત કરવામાં આવશે. વહીવટદાર આર. કે. પગીએ વધુમાં આ એવોર્ડ માટેની જે કામગીરી કરવામાં આવી હતી, તેની...

ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM)

views 6

ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો

ઉત્તર પ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. ભવ્ય અને ડિજિટલ રૂપે મહાકુંભનું આયોજન કરવાના માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે, તેમ મંત્રી અરવિંદકુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ વર્ષે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.