પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 22, 2024 8:44 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:44 એ એમ (AM)

views 6

ધો-10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર, જ્યારે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ માટે 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. ધો-10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર, જ્યારે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ માટે 23 ડિસેમ્બર...

ડિસેમ્બર 22, 2024 8:42 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:42 એ એમ (AM)

views 1

દાહોદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી

દાહોદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. દાહોદમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમીન દબાણ, સુજલામ સુફલામ યોજના, મધ્યાહન ભોજન, પાણી પૂરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ ક...

ડિસેમ્બર 22, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:38 એ એમ (AM)

views 3

રાજ્ય સરકાર દ્વારા મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના મોહમ્મદ ઝુબેર પનાગરને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો

રાજ્ય સરકાર દ્વારા મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના મોહમ્મદ ઝુબેર પનાગરને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા હાથશાળ હસ્તકળા રાજ્ય પુરસ્કાર 2023માં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગે પાટણના આ કારીગરને પુરસ્કાર સાથે એક લાખ 51 હજાર રોકડ પુરસ્કાર એનાયત ...

ડિસેમ્બર 22, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:35 એ એમ (AM)

views 4

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે નવસારીમાં ક્લાઈમૅટ સ્માર્ટ એગ્રૉ-ટેક્સટાઈલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે નવસારીમાં ક્લાઈમૅટ સ્માર્ટ એગ્રૉ-ટેક્સટાઈલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, આ પહેલ નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ્સ મિશન- NTTM હેઠળ ટેક્નિકલ ટેક્સટાઈલ્સને પ્રોત્સાહન આપવાનાં ટેક્સટાઈલ મંત્રાલયના લક્ષ્યાંકને અનુરૂપ છે. આ નિદર્શન...

ડિસેમ્બર 22, 2024 8:29 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:29 એ એમ (AM)

views 2

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના કુલ 754 પેટા-કેન્દ્રો ખાતે યોજાનારી આ પરીક્ષામાં એક લાખ 85 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજની પરીક્ષાને ધ્યાનમાં રાખી વધારાન...

ડિસેમ્બર 22, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:28 એ એમ (AM)

views 4

બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ – PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ - PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વીજ કંપનીએ લોકોને સોલારનો ઉપયોગ કરી વીજળી બચાવવા અપીલ કરી હતી. આ અંગે PGVCL અધિક્ષક ઈજનેર કે.ડી.નિનામાએ વધુ માહિતી આપી હતી.

ડિસેમ્બર 22, 2024 8:27 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:27 એ એમ (AM)

views 4

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે. દરમિયાન 33 લાખ 92 હજાર અતિજોખમી વસ્તીનું આલેખન અને ચાર લાખ 42 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે ‘100 દિવસ સઘન ક્ષય...

ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે. આ માટે રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “ભારતીય સંસ્કૃતિનુ ...

ડિસેમ્બર 22, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:22 એ એમ (AM)

views 2

નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે

રાજ્યમાં આગામી સમયમાં નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરાશે. નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિમેળાના ઉદ્ઘાટન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા એક્સ પર શ્રી પટેલે લખ્યું કે, “જુલાઈથી સપ્ટે...

ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે

કેન્દ્રીયઆરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે. શ્રી નડ્ડાએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને ક્ષયરોગ નાબૂદી ઝુંબેશ સફળ બનાવવા તેના અમલીકરણ ઉપર દેખરેખ રાખવ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.