પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)

views 10

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત સારંગપુર બ્રિજ બે જાન્યુઆરી, 2025થી 30 જૂન, 2026 સુધી જાહેર જનતાની અવર જવર માટે તથા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને...

ડિસેમ્બર 30, 2024 7:41 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:41 પી એમ(PM)

views 3

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં આગામી 45 દિવસ સુધી હેલમેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ટુ વ્હીલર ચાલકો માટે ફરજીયાત હેલમેટના કાયદાનો સઘન અમલ કરાવવામાં આવશે. આ દરમિયાન શહેરની શાળાઓ, કોલે...

ડિસેમ્બર 30, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:39 પી એમ(PM)

views 3

રાજ્યના ૧૩ જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી

રાજ્યના ૧૩ જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023માં વરુની વસ્તી અંદાજે ૨૨૨ હતી અને સૌથી વધારે ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ને સુશાસન દિવસે વરુના આવાસોના એટલાસનું વિમોચન કર્યું હતું જે અંતર્ગત, વરુ પ્રજાતિનાં રક્ષણ માટે ‘ગીર’ ફા...

ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM)

views 4

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, તો વળી ઘણા બધા લોકો હરવા ફરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ બધી રજાઓમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીલ્લાઓની વાત કરીએ તો, અમદાવાદ શ...

ડિસેમ્બર 30, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:37 પી એમ(PM)

views 1

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં બે લાખથી વઘુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં બે લાખથી વઘુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે જંગલ સફારી, કેકટસ ગાર્ડન, ડેમ સાઇટ, આરોગ્ય વન એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ધસારાને કારણે નર્મદા પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન...

ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM)

views 1

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૧૩ હજાર ૪૬૩ વારસાઈ નોંધણી કરવાથી અને નવા ખેડૂત ખાતેદારોનું પી એમ કિશાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેન્ક પેમેન્ટ દ્વારા પી. એમ. કિસાન સન્માન નિધિનો લાભ પ...

ડિસેમ્બર 30, 2024 3:44 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:44 પી એમ(PM)

views 4

પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ

પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પ્રથમ તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્...

ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)

views 5

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી હતી. સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ કાર્યો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા પણ હાથ ધરાઇ હતી.સુરત શહેરના નાગરિકોના નડતી ટ્રાફિક સહિતની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ...

ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

views 31

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું છે. મહેસાણાના તોરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કર્યું હતું.દ્વિચક્રી વાહનચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું હતું.ઉત્તરાયણ પર્વ સુધી...

ડિસેમ્બર 30, 2024 3:37 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:37 પી એમ(PM)

views 5

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત, 95 જેટલી ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે. ઉપરાંત 48 ટ્રેનના મુસાફરીમાં લગતા સમયમાં પાંચ મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલન...