પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 27, 2025 3:03 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 3:03 પી એમ(PM)

views 5

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમરેલીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમરેલીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત કોઈ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે માટે જાહેર સ્થળોએ, ખાનગી માલિકીની મિલકતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી...

જાન્યુઆરી 27, 2025 9:33 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:33 એ એમ (AM)

views 3

ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી રવાના થયેલી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે 28 જાન્યુઆરી 2025ના રોજ IIIT વડોદરા ગાંધીનગર ખાતે પહોંચશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે IAF અને ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાન...

જાન્યુઆરી 27, 2025 9:30 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:30 એ એમ (AM)

views 5

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે રમાયેલી મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપ માં ઈન્કમ ટેક્સ એફસી એ ગોધરા એફસી પર 4-1 થી વિજય મેળવ્યો હતો એઆરએ એફસી એ એસએજી પર 4-0 થી વિજય હાંસ...

જાન્યુઆરી 27, 2025 9:25 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:25 એ એમ (AM)

views 5

રાજ્યના ગુંજલ તાવીયાએ બિહાર ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળાકીય શૂટિંગ સ્પર્ધામાં એક સૂવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા

રાજ્યના ગુંજલ તાવીયાએ બિહાર ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળાકીય શૂટિંગ સ્પર્ધામાં એક સૂવર્ણ, બે રજત અને એક કાંસ્ય એમ ચાર ચંદ્રકો જીત્યા છે. અમરેલીના આ વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. તેણે ચાલુ વર્ષ દરમિયાન 6 રાષ્ટ્રીય અને 22 રાજ્યકક્ષાના ચંદ્રકો પણ જીત્યા છે.

જાન્યુઆરી 27, 2025 9:24 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:24 એ એમ (AM)

views 6

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપા...

જાન્યુઆરી 27, 2025 9:22 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:22 એ એમ (AM)

views 5

મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત થયાં હતાં

મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત થયાં હતાં. આણંદ જિલ્લાના વાસદ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. માછીમારી દરમિયાન બોટ અચાનક નદીમાં પલટી મારી ગઇ હતી જેને કારણે એક જ પરિવારના ત્રણના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો..આ દુર્ઘટનાની જાણ ...

જાન્યુઆરી 27, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:21 એ એમ (AM)

views 3

જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો

જામકંડોરણામાં 'પ્રેમનું પાનેતર' નામે નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહલગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. વિઠ્ઠલ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા સમુહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું.. આ સમાજીક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સ...

જાન્યુઆરી 27, 2025 9:18 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:18 એ એમ (AM)

views 4

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, સિંહોદ ગામના લોકોને નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે.તેમણે ગ્...

જાન્યુઆરી 27, 2025 9:15 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:15 એ એમ (AM)

views 6

કેન્દ્રીય શ્રમ અને રોજગારી મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રિય પરિષદનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગારી મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રિય પરિષદનું ઉદઘાટન કરશે. ગાંધીનગર સ્થિતિ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ઓલમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું કેન્દ્રીય મંત્રી ઉદઘાટન કરશે.. જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહેશે.

જાન્યુઆરી 27, 2025 9:02 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:02 એ એમ (AM)

views 3

પદ્મભૂષણનો એવોર્ડ મેળવનાર દેશના અગ્રણી ઉદ્યોગકાર પંકજ પટેલે પોતોનો મળેલો એવોર્ડ ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યો

રાજ્યના ઉદ્યોગપતિ પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન અર્થે પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપની ઝાડયસ લાઈફ સાયન્સના ચેરમેન છે. તેમણે આ સન્માનને ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યું છે.