પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 21, 2025 9:15 એ એમ (AM)

views 7

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવા...

ફેબ્રુવારી 21, 2025 9:10 એ એમ (AM)

views 8

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની રેન્જ કચેરી ખાતે આ પરિષદ યોજવાની પહેલ કરવામાં આવી છે. પરિષદમાં ADGP, રાજ્યના IGP, તમામ શહેરના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

ફેબ્રુવારી 21, 2025 9:07 એ એમ (AM)

views 14

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે. સંસ્કૃતિકુંજ ખાતે આગામી 2 માર્ચ સુધી યોજાનારા આ મહોત્સવનું આયોજન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિસદ અને ઉદયપુરના પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્...

ફેબ્રુવારી 21, 2025 9:04 એ એમ (AM)

views 15

અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે

અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે. H.I.V. નિષ્ણાતોના સૌથી મોટા તબીબી વ્યવસાયિક સંગઠન એઈડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા- A.S.I. દ્વારા પહેલી વાર રાજ્યમાં આ સંમેલનનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે....

ફેબ્રુવારી 21, 2025 9:01 એ એમ (AM)

views 11

ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે

ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. પ્રૉફેસર આલોક ત્રિપાઠીની અધ્યક્ષતામાં આ સભ્યો દરિયામાં ડૂબેલા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા આ કામ કરી રહ્યા છે. પૌરાણિક દેવભૂમિ દ્વારકાની શોધખોળ કરી તેને પુનઃર્જીવિત કરવા આ મહત્વનું પગલું પુરાતત્વ વિભાગ દ્વારા લેવ...

ફેબ્રુવારી 21, 2025 8:59 એ એમ (AM)

views 30

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે. નાણામંત્રી કનુ દેસાઈએ અંદાજપત્રમાં આ જાહેરાત કરી હતી. આ સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્રસલાહકાર હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યની નિમણૂંક કરાશે. આ પંચ વહીવટી અને શ...

ફેબ્રુવારી 21, 2025 8:57 એ એમ (AM)

views 6

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. મહાનગરપાલિકા બન્યાં બાદનું આ પ્રથમ બજેટ ગત બજેટ કરતાં 385 ટકા વધુ છે. બજેટમાં આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલ સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરાયો છે.

ફેબ્રુવારી 21, 2025 8:54 એ એમ (AM)

views 7

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં સૌથી વધુ 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઈ શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવી

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં સૌથી વધુ 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઈ શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવી. આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થશે. અંદાજપત્ર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામ...

ફેબ્રુવારી 21, 2025 8:49 એ એમ (AM)

views 9

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ પણ અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપી હતી.

ફેબ્રુવારી 21, 2025 8:47 એ એમ (AM)

views 10

નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેનું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેનું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું, જે ગત વર્ષની સરખામણીએ 37 હજાર 785 કરોડ જેટલું વધું છે. શ્રી દેસાઈએ જણાવ્યું કે, આ વર્ષના અંદાજ મુજબ, મહેસુલી હિસાબ પરની પૂરાંત 19 હજાર 695 કરોડ રૂપિયા રહેશે. આ સાથ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.