પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM)

views 4

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ઉતરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ટીમ ગુજરાતે પુરુષોની 400 મીટરની ફ્રી સ્ટાઈલ રીલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM)

views 4

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું. ધ્રુવે ચંડીગઢના રણવીર દુગ્ગલને 4-3થી હરાવ્યો હતો. આ અગાઉ ટૂર્નામેન્ટમાં અનાયા પટેલે ગર્લ્સ સ્નૂકરનું ટાઈટલ જીત્યું હતું. ભવ્યા પિપલિયાએ સબજુનિયર સ્નૂકર અને બિલિયડર્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.

જાન્યુઆરી 30, 2025 9:14 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:14 એ એમ (AM)

views 2

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં સવારે 11 વાગે કામકાજ અને વાહન વ્યવહારની ગતિને બે મિનીટ માટે સ્થગિત કરી મૌન પાળવા અપીલ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કરી છે. જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય, ત્...

જાન્યુઆરી 30, 2025 9:07 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:07 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત જાગૃતિ અભિયાન, આંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન, દર મહિને ત્રીજા શુક્રવારે સરવે જેવી વિશેષ ઝૂંબેશ હાથ ધરીને સઘન કામગીરી...

જાન્યુઆરી 30, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:51 એ એમ (AM)

views 4

કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન” અંતર્ગત હજારો પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે. કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ઇ...

જાન્યુઆરી 30, 2025 8:43 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:43 એ એમ (AM)

views 6

રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર એક હજાર 157 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

રાજ્યની પોલીસ રાજ્યમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા અને નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ એક હજાર 157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવાયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા રાજ્ય પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી થઈ રહી છ...

જાન્યુઆરી 30, 2025 8:37 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:37 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી. રાજ્યમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ...

જાન્યુઆરી 30, 2025 8:28 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:28 એ એમ (AM)

views 2

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ...

જાન્યુઆરી 30, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:25 એ એમ (AM)

views 3

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાકાર મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

જાન્યુઆરી 30, 2025 8:24 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 8:24 એ એમ (AM)

views 3

પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુના મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાંથી શ્રધ્ધ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત

પ્રયાગરાજના મહાકુંભમેળામાં મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ કારણે થયેલ દૂર્ઘટનામાં 30 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ, અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મોડાસાથી પ્રયાગરાજ...