પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 30, 2025 7:07 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:07 પી એમ(PM)

views 5

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે. આજે ગાંધીનગરમાં સુશાસન પર બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય...

જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ જેમાં પાંચ કરોડ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ હાઈવે, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમ...

જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે માંવઠાની શક્યતા નહીવત્ છે. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુ...

જાન્યુઆરી 30, 2025 6:58 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 6:58 પી એમ(PM)

views 12

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરવામાં આવી છે. પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધીનો અહેવાલ... (VOICE CAST HEMANG PATNI) (પ્રવાસન અને પ્રકૃતિ માટે દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ...

જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM)

views 5

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. હાલમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જુનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીન...

જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM)

views 9

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતાં સાતમાંથી ત્રણ આરોપીના જામીન મંજૂર અન...

જાન્યુઆરી 30, 2025 3:35 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:35 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે. સમાજના લોકો સાથે યાત્રા પર ગયેલા મહેશ પટેલનું મૃત્યુ હૃદયરોગનાં હુમલાથી થયું હોવાનું મનાય છે. એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને તેમના વતન કડા ગામ ખાતે લવાશે.

જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM)

views 4

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, “રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વાર...

જાન્યુઆરી 30, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:28 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી.” ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું. આ પહેલાં સુશાસન અંગેની રાષ્ટ્રીય પરિસદ અંગે કેન્દ્ર સરકારના D.A.R.P.G.ના સ...

જાન્યુઆરી 30, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:24 પી એમ(PM)

views 4

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. તેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું.