પ્રાદેશિક સમાચાર

માર્ચ 4, 2025 7:05 પી એમ(PM)

views 35

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે. શ્રી પટેલે ઉમેર્યું ઓલ્ડ ટ્રોમા સેંટર સહિતના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા ૯૦૦ બેડની જનરલ હો...

માર્ચ 4, 2025 7:04 પી એમ(PM)

views 18

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે :આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનાં માતા અને બાળ મૃત્યુદરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનાં પ્રયાસોથી, વર્ષ 2001-02માં રાજ્યમાં માતા મૃત્યુદર 172 હતો જે આજે ઘટી 57 અને બાળ મૃત્યુદર ...

માર્ચ 4, 2025 7:01 પી એમ(PM)

views 20

ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું

ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુરન ગામની પ્રાથમિક શાળાને 1 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના ફર્નિચર, રમત ગમતના સાધનો, સ્ટેશનરી અને પુસ્તકો સહિત શૈક્ષણિક સાધનો અપાયા હતા. BSF દ્વારા યોજાયેલી આરોગ્ય શિબિરમાં...

માર્ચ 4, 2025 6:59 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ-CISF પૂર્વ અને પશ્ચિમથી દક્ષિણ તટ સુધી સાયક્લોથોન યોજશે

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ-CISF પૂર્વ અને પશ્ચિમથી દક્ષિણ તટ સુધી સાયક્લોથોન યોજશે. CISFના 56માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત દેશના દરિયાકાંઠાની સુરક્ષાની જાગૃતિ ફેલાવવા આ સાયક્લોથોન યોજાઇ રહી છે, આગામી 25 દિવસમાં,14 મહિલાઓ સહિત 125 CISF સાયકલિસ્ટ, 6હજાર 553 કિમીની મુસાફરી સાયકલ દ્વારા કરશે. આ અં...

માર્ચ 4, 2025 6:55 પી એમ(PM)

views 14

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ છે. દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સુહાસિની પરમાર જણાવે છે કે, વર્ષ ૧૯૭૫માં માત્ર ૨૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં આજે એક હજાર આઠસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. દરમ્યાન તાપીથી અમારાં પ્રતિનિધિ નીરવ ...

માર્ચ 4, 2025 6:57 પી એમ(PM)

views 18

રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા

તાજેતરમાં યોજાયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય શક્તિ મંત્રી સી આ...

માર્ચ 4, 2025 6:26 પી એમ(PM)

views 20

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં છે.  પ્રિલિમ પરીક્ષામાં બે પ્રશ્નપત્રની જગ્યાએ હવે 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર હશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં નવા સુધારા પ્રમાણે હવે ગુજરાતી અને અંગ્રેજીમાં 25 ટકા ગુણ મેળવવા...

માર્ચ 4, 2025 4:14 પી એમ(PM)

views 65

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી. કલકત્તી તમાકુનો મહત્તમ ભાવ 2 હજાર 528 રૂપિયા જ્યારે લધુત્તમ ભાવ 1 હજાર 580 રૂપિયાનો અને સામાન્ય ભાવ 1900 રૂપિયા રહ્યો હતો. જ્યારે ગાળીયું મળી તમાકુનો મહત્તમ ભાવ 1400 રૂપિયા, લધુત્તમ ભાવ એક હજાર રૂપિયા અને સામાન્ય ભાવ એ...

માર્ચ 4, 2025 4:13 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

જામનગર નજીક આવેલા વનતારા કેન્દ્રમાં 2 હજારથી વધુ વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન શ્રી મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો. શ્રી મોદીએ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી...

માર્ચ 4, 2025 3:08 પી એમ(PM)

views 6

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના ખેડૂતો બટાકા કાઢવાની કામગીરીમાં જોડાયા છે. ખેડૂતો જણાવે છે કે જિલ્લામાં એલ.આર. બટાકાનું વાવેતર સૌથી વધુ કરાય છે જેનો વેફર બનાવવા માટે ઉપયોગ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.