પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 7, 2025 3:02 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 3:02 પી એમ(PM)

views 2

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા છે. અંડર 14 સ્પર્ધામાં આશિષ ચાવડા, કાર્તિક નાદવાએ પોતાના વજન સમૂહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. જ્યારે અન્ય 2 બાળકોએ બીજો અને અન્ય બાળકે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.

ફેબ્રુવારી 7, 2025 3:01 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 3:01 પી એમ(PM)

views 5

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ છે. તેઓ હાલ આયૂષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ-સ્કિલ કાઉન્સિલનાં અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયાં છે. તેઓ દેશની અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થા શૈક્ષણિક બોર્ડનાં સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે વર્ષ ...

ફેબ્રુવારી 7, 2025 3:00 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 3:00 પી એમ(PM)

views 7

પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે

પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે, પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ...

ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM)

views 8

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા હતા. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, આવકવેરા વિભાગ દ્વારા જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન જામનગર-દ્વારકા રાજમાર્ગ પર આવેલા હરિ નામના ફૂડ મૉલમાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગે કુલ ...

ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે, પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, પ...

ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM)

views 13

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. ક્યાંય પણ ગંદકી જોવા મળે તો વ્હોટ્સએપ નંબર 82 38 33 15 15 ઉપર ફોટો મોકલી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ માહિતી આપી.

ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM)

views 6

મહેસાણામાં જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ફેબ્રુઆરીએ યોજાશે

મહેસાણામાં જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ફેબ્રુઆરીએ યોજાશે. લોકોએ 10 ફેબ્રુઆરી સુધીમાં પોતાના પ્રશ્નો કલેક્ટર કચેરીએ મોકલવાના રહેશે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે, કર્મચારીઓની નોકરી બાબતના પ્રશ્નો, અદાલતના કેસ, ન્યાયિક કે અર્ધ-ન્યાયિક કેસ ચાલુ હોય તેવા પ્રશ્નો તે...

ફેબ્રુવારી 7, 2025 2:51 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:51 પી એમ(PM)

views 4

જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી

જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી. રામસર સાઈટ તરીકે જાહેર થયેલા અભયારણ્યમાં આ શિયાળામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. ગણતરી બાદ વનવિભાગ દ્વારા પક્ષીઓની સંખ્યા અને તેની પ્રજાતિ જાહેર કરાશે. આ અંગે પ્રાદેશિક વન અધિકાર...

ફેબ્રુવારી 7, 2025 9:43 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 9:43 એ એમ (AM)

views 5

વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇ રહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ રત્નજ્યોત નામની વનસ્પતિના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી હતી. આ બાળકોને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમની હાલત સુધારા પર છે.. વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇરહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા....

ફેબ્રુવારી 7, 2025 9:40 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 9:40 એ એમ (AM)

views 4

નેશનલ ગેમ્સમાં ગુજરાતને બીજો ગોલ્ડ મેડલ ટેકવોન્ડોની રમતમાં મળ્યો છે

નેશનલ ગેમ્સમાં ગુજરાતને બીજો ગોલ્ડ મેડલ ટેકવોન્ડોની રમતમાં મળ્યો છે. ગુજરાતની ત્વીષા કાકડિયાએ ટેકવોન્ડોમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોનક પ્રજાપતિએ ટેકવોન્ડોનની પૂમ્સાઈ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાતની મહિલા ટેનિસ ટીમે સતત ત્રીજી નેશનલ ગેમ્સની ફાઇનલમાં પ્...