પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 16, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:48 પી એમ(PM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.”

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલમ્બર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “ગત 10 વર્ષમાં દેશભરમ...

ફેબ્રુવારી 16, 2025 8:23 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:23 પી એમ(PM)

views 3

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે કચ્છમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની મુલાકાત લીધી હતી

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે કચ્છમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આગામી સમયમાં શરુ થનારા FMનો વ્યાપ કચ્છના છેવાડાના અને સરહદી વિસ્તાર સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. ઉપરાંત, શ્રી જાજુએ સમાચાર બુલેટીન અને અન્ય કાર્યક્રમો અંગે પણ વિગતો મેળવી હતી. તેમણે સ...

ફેબ્રુવારી 16, 2025 7:33 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:33 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શિબિરમાં લોકોને યોજનાના કાર્ડ કાઢી અપાયા હતા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શિબિરમાં લોકોને યોજનાના કાર્ડ કાઢી અપાયા હતા. વિવિધ વિસ્તારમાં 30મી એપ્રિલ સુધી યોજાનારી શિબિર અંગે ડૉ.બિજલ કાપડિયાએ માહિતી આપી.

ફેબ્રુવારી 16, 2025 7:31 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:31 પી એમ(PM)

views 6

મહીસાગર જિલ્લાના ગાંધીયાના મુવાડા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત નીપજ્યાં

મહીસાગર જિલ્લાના ગાંધીયાના મુવાડા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. અમારા જિલ્લા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે રાજમાર્ગ પરથી પસાર થતાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા 5 વર્ષની બાળકી અને તેમના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ તરફ બનાસકાંઠા જિલ્લાના...

ફેબ્રુવારી 16, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:29 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરીક્ષાને આત્મવિશ્વાસ અને પરિશ્રમનું પર્વ ગણાવ્યું છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરીક્ષાને આત્મવિશ્વાસ અને પરિશ્રમનું પર્વ ગણાવ્યું છે. શ્રી દેવવ્રતે આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિશેષ લેખના માધ્યમથી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. શ્રી દેવવ્રતે લેખમાં જણાવ્યું કે, પરીક્ષાનો સમય નજીક આવતાં જ વિદ્યાર્થીઓના મનમાં ગભરાટ અને તણાવ વધવા લાગે...

ફેબ્રુવારી 16, 2025 7:26 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:26 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે તટ રક્ષકના 49મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે તટ રક્ષકના 49મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. બે દિવસના આ કાર્યક્રમમાં દમણ, વાપી, સિલવાસા અને વડોદરાની વિવિધ શાળા-કોલેજોના 800 વિદ્યાર્થીએ ભાગ લીધો. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તટ રક્ષકની પ્રવૃત્તિઓથી વાકેફ કરાય...

ફેબ્રુવારી 16, 2025 7:25 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:25 પી એમ(PM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં 32 દીકરીઓના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ આપ્યા હતા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં 32 દીકરીઓના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ આપ્યા હતા. વિસનગર તાલુકાના ભાલક ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે યુવાનોને વધુને વધુ શિક્ષિત થવા આગ્રહ કર્યો હતો.

ફેબ્રુવારી 16, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:24 પી એમ(PM)

views 3

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિકરિસર્ચ- NCAER દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં, દેશના 21 મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી ઓછો 18.2 ટકા દેવા-થી- GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર નોંધાયો છે

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિકરિસર્ચ- NCAER દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં, દેશના 21 મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી ઓછો 18.2 ટકા દેવા-થી- GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર નોંધાયો છે. જે નાણાકીય વર્ષ 2012-13 થી 2022-23 સુધીના સમયગાળામાં 4.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સિદ...

ફેબ્રુવારી 16, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:20 પી એમ(PM)

views 2

અમેરિકાથી બીજી ઉડાનમાં ભારત પરત મોકલાયેલા ભારતીયોમાં આઠ ગુજરાતીઓ પણ છે

અમેરિકાથી બીજી ઉડાનમાં ભારત પરત મોકલાયેલા ભારતીયોમાં આઠ ગુજરાતીઓ પણ છે. આ તમામ ગુજરાતીઓને આજે સવારે અમદાવાદ હવાઈમથક ખાતે લવાયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, સ્થાનિક પોલીસ, ઇન્ફર્મેશન બ્યૂરો, SOG સહિતની ટુકડી હવાઈમથક ખાતે હાજર હતી. દરમિયાન મહેસાણા પોલીસ બાળક સાથેના પરિવાર સહિત 6 લોકોને અને...

ફેબ્રુવારી 16, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:17 પી એમ(PM)

views 4

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ છે

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ છે. વેરાવળ ગ્રામ્ય મામલતદારની ટુકડી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ખેરાળી ગામના અલગ-અલગ ૩ સીમતળના રસ્તા પરના દબાણો પણ દૂર કરાયા હતા.