પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 21, 2025 3:31 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:31 પી એમ(PM)

views 7

રાજ્યમાં ગત રાત્રીથી અત્યાર સુધી સર્જાયેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં નવ વ્યક્તિઓના મોત

રાજ્યમાં ગત રાત્રીથી અત્યાર સુધી સર્જાયેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયા છેજેમાં આજે સવારે કચ્છના ભુજ તાલુકાના કેરાથી મુન્દ્રા રોડ ઉપર ખાનગી બસ અને્ ટ્રક વચ્ચે ટક્કર થતા સાત લોકોના મોત થયા છે. જ્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે મોડી રાત્રે કાર અને પીકઅપ વાન વચ્ચે થયેલા અકસ્માતમાં બેન...

ફેબ્રુવારી 21, 2025 9:27 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:27 એ એમ (AM)

views 5

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં આ મેળાને પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાઓમાં સ્થાન મળે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેકટર ગાર્ગી જૈ...

ફેબ્રુવારી 21, 2025 9:24 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:24 એ એમ (AM)

views 3

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો. સમારોહનો હેતુ યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકળાથી અવગત કરવાનો હતો. દરમિયાન શ્રી રાજપૂતે પાટણનાં એક હજાર 280મા સ્થાપના દિવસની પાટણવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ફેબ્રુવારી 21, 2025 9:17 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:17 એ એમ (AM)

views 2

ભરૂચ જિલ્લામાં આ વખતે ધોરણ 10માં 22 હજાર 583, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 11 હજાર 202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભરૂચ જિલ્લામાં આ વખતે ધોરણ 10માં 22 હજાર 583, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 11 હજાર 202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, પાંચ કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 નિરીક્ષક સહિત કુલ 3 હજાર 477 જેટલા કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં જોડાશે.

ફેબ્રુવારી 21, 2025 9:15 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:15 એ એમ (AM)

views 4

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવા...

ફેબ્રુવારી 21, 2025 9:10 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:10 એ એમ (AM)

views 5

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની રેન્જ કચેરી ખાતે આ પરિષદ યોજવાની પહેલ કરવામાં આવી છે. પરિષદમાં ADGP, રાજ્યના IGP, તમામ શહેરના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

ફેબ્રુવારી 21, 2025 9:07 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:07 એ એમ (AM)

views 4

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે. સંસ્કૃતિકુંજ ખાતે આગામી 2 માર્ચ સુધી યોજાનારા આ મહોત્સવનું આયોજન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિસદ અને ઉદયપુરના પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્...

ફેબ્રુવારી 21, 2025 9:04 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:04 એ એમ (AM)

views 8

અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે

અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે. H.I.V. નિષ્ણાતોના સૌથી મોટા તબીબી વ્યવસાયિક સંગઠન એઈડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા- A.S.I. દ્વારા પહેલી વાર રાજ્યમાં આ સંમેલનનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે....

ફેબ્રુવારી 21, 2025 9:01 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:01 એ એમ (AM)

views 3

ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે

ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. પ્રૉફેસર આલોક ત્રિપાઠીની અધ્યક્ષતામાં આ સભ્યો દરિયામાં ડૂબેલા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા આ કામ કરી રહ્યા છે. પૌરાણિક દેવભૂમિ દ્વારકાની શોધખોળ કરી તેને પુનઃર્જીવિત કરવા આ મહત્વનું પગલું પુરાતત્વ વિભાગ દ્વારા લેવ...

ફેબ્રુવારી 21, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 8:59 એ એમ (AM)

views 10

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે

રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે. નાણામંત્રી કનુ દેસાઈએ અંદાજપત્રમાં આ જાહેરાત કરી હતી. આ સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્રસલાહકાર હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યની નિમણૂંક કરાશે. આ પંચ વહીવટી અને શ...