રાષ્ટ્રીય

ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM)

views 6

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલ્વે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ ...

ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM)

views 9

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી

સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવિધ મુદ્દે સંસદનાં બંને ગૃહમાં હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા પર મુલતવી રાખવામાં આવી છે. સવારે રાજ્યસભાનું સત્ર શરૂ થયું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સાંસદ...

ડિસેમ્બર 11, 2024 3:48 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ફાઇનલમાં યુવા સંશોધકો સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 2024ની ફાઇનલમા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન દેશના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડતા મંચ તરીકે ઊભરી આવ્ય...

ડિસેમ્બર 11, 2024 3:08 પી એમ(PM)

views 11

જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર કૃત્રિમ બુધ્ધિમત્તાનાં સંચાલન માટેનો કાયદો બનાવવા તૈયાર :કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નાં સંચાલન માટેનો કાયદો બનાવવા માટે તૈયાર છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને AI આધારિત નીતિમત્તા પર...

ડિસેમ્બર 11, 2024 3:04 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલી આપી છે. શ્રી મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સુબ્રમણ્યમ ભારતીના લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાડી, ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક વારસાનો...

ડિસેમ્બર 11, 2024 3:02 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ પ્રણવ બાબુને અનોખા વ્યક્તિ, ઉત્કૃષ્ટ રાજનેતા, અદભૂત વહીવટકર્તા અને શાણપણના ભંડાર સમાન ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્ય...

ડિસેમ્બર 11, 2024 3:01 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યુ કે, આ પાવન પર્વને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને પરંપરાનું માર્ગદર્શન કરનારા ગ્રંથની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા. તેમજ શ્રીમદ્ ભગવ...

ડિસેમ્બર 11, 2024 2:59 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા...

ડિસેમ્બર 11, 2024 2:55 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણામંત્રીએ આજે વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે દાયકાઓની પ્રાથમિકતાઓના વિષય પર વૈશ્વિક આર્થિક નીતિ મંચમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં નાણામંત્રીએ કહ્યું, ...

ડિસેમ્બર 11, 2024 9:54 એ એમ (AM)

views 23

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક - PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ - CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.