રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)

views 12

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM)

views 19

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સાડા ત્રણ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેફી દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત દોઢ કરોડ રૂપિયા છે....

ડિસેમ્બર 26, 2024 7:43 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિ...

ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 19

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પક્ષના નેતા સંજય સિંહે, નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કેટલીક ટ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)

views 11

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ-CCPA એ બે સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂ...

ડિસેમ્બર 26, 2024 2:23 પી એમ(PM)

views 14

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે. ગત્ 20 ડિસેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 20 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, આમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક છે. જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM)

views 39

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવ...

ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 26, 2024 2:16 પી એમ(PM)

views 12

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ ત્સુનામીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં હજારો લોકોના મોત થયા હતા. 9.1ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે આ ત્સુનામી ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક કુદરતી આપત્તિઓમાંથી એક હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.