રાષ્ટ્રીય

ડિસેમ્બર 19, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:17 પી એમ(PM)

views 4

ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે

ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતું. આજે જ્યારે સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ ગૃહમંત્રીનો વિરોધ કર્યો હત...

ડિસેમ્બર 19, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:15 પી એમ(PM)

views 2

પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો

પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર દિલ્હીમાં દિલ્હીની સ્થિતિ 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને શ્વાસની તકલીફવાળા દર્દીઓ અનેનાના બાળકો માટે દિલ્હ...

ડિસેમ્બર 19, 2024 2:14 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:14 પી એમ(PM)

views 6

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ગઈકાલે બેઈજિંગમાં બેઠક મળી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ સામાન્ય સંબંધો પ...

ડિસેમ્બર 19, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:12 પી એમ(PM)

views 2

મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે

મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનો મુંબઈ, પુણે, નાગપુર અને અન્ય શહેરોમાંથી દોડાવાશે. આ ટ્રેનોનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે. રિઝર્વેશન વગર પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 2...

ડિસેમ્બર 19, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:11 પી એમ(PM)

views 2

યુએસ ફેડરલ રિઝર્વે ગઈકાલે રાત્રે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

યુએસ ફેડરલ રિઝર્વે ગઈકાલે રાત્રે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. યુએસ સેન્ટ્રલ બેંકે અગાઉ વ્યાજમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો, જેનાથી મુખ્ય નાણાકીય બજારોમાં તીવ્ર વેચવાલી શરૂ થઈ હતી. ફેડરલ રિઝર્વે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે નીતિ નિર્માતાઓએ અગિયાર વિરૂધ્ધ એક મત મળ્યા બાદ મધ્યસ...

ડિસેમ્બર 19, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:09 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે

જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. સેનાના પ્રવક્તાએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન બેસૈનિકો ઘાયલ થયા છે અને તેમને સારવા...

ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM)

views 7

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે. દેશની તપાસ સમિતિના અહેવાલ અનુસાર યુક્રેનિયન SBU સુરક્ષા સેવા દ્વારા અજ્ઞાત 29 વર્ષીય વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. એજન્સીએ દાવોકર્યો છે કે શંકાસ્પદ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેને જનરલ કિરિલોવને હત્યા માટે કથિત...

ડિસેમ્બર 19, 2024 2:06 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:06 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશની હાઈકોર્ટે ચટ્ટોગ્રામમાં 10 ટ્રક ભરીને હથિયારોના કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાન બાબર અને અન્ય પાંચને નિર્દોષ જાહેર કર્યા છે

બાંગ્લાદેશની હાઈકોર્ટે ચટ્ટોગ્રામમાં 10 ટ્રક ભરીને હથિયારોના કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાન બાબર અને અન્ય પાંચને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ કોર્ટ આ તમામને મૃત્યુદંડની સજા ફટકારી હતી. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ (યુએનબી) અહેવાલ પ્રમાણે કોર્ટે આ કેસમાં છ દોષિતોની ફાંસીની સજાને ઘટાડીને 1...

ડિસેમ્બર 19, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:05 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ...

ડિસેમ્બર 19, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:04 પી એમ(PM)

views 3

નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે

નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હીમાં તેઓ EGROW ફાઉન્ડેશન અને કાઠમંડુ યુનિવર્સિટી-નેપાળ સેન્ટર ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત-નેપાળ કાર્યક્રમમાં સંબોધન કરશે. આવતીકાલે યોજાનારી પરિષદનો ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.