રાષ્ટ્રીય

જાન્યુઆરી 17, 2025 6:34 પી એમ(PM)

views 8

પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ

પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. નારાયણગાંવ તરફ જઈરહેલી મિનિ વેનને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ટક્કર મારતાં આગળ ઊભેલી ખાલી બસ સાથેઅથડાતાં આ અકસ્માત સર્જાયો હતો એમ પૂણે ગ્રામીણના પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજદેશમુખે જણાવ્યું ...

જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો...

જાન્યુઆરી 17, 2025 2:23 પી એમ(PM)

views 11

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગઇકાલે થયેલી આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

જાન્યુઆરી 17, 2025 2:20 પી એમ(PM)

views 7

વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું

વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જે પ્રવર્તમાન નાણાકીય વર્ષના વૃદ્ધિ દરથી સામાન્ય વધારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરના અનુમાન સંબંધિત વિશ્વ બૅન્કનો આ અહેવાલ ગઈકાલે જાહેર કરાયો હતો, જેમાં પ્રવર્તમાન નાણાકીય વર...

જાન્યુઆરી 17, 2025 2:19 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.” સોશિયલ મીડિયાના એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આની જાળવણી માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વડનગરમાં અત્યાધુનિક સંગ્રહાલય અને પુરાતાત્વિક અર્થઘટન કેન્દ્ર...

જાન્યુઆરી 17, 2025 2:18 પી એમ(PM)

views 26

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બંને દેશો પાસે ખાસ કરીને AI, અવકાશ ક્ષેત્ર, સંરક્ષણ, ડ્રોન, બાયો ટેકનોલોજી જેવા ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બેંગલુરુ ટેકનોલ...

જાન્યુઆરી 17, 2025 2:17 પી એમ(PM)

views 9

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. પદ ગ્રહણ કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો આ તેમનો પહેલો પ્રવાસ હશે. પ્રવાસ દરમિયાન શ્રી ધનખડ એક જન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમજ વિવિધ પરિયોજનાનો પ્રારંભ કરાવશે. શ્રી ધનખડ સ્વયંસહાય સમૂહ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

જાન્યુઆરી 17, 2025 2:16 પી એમ(PM)

views 7

ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ 12 ટકાના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે, ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયા અને મેક વર્લ્ડના અભિગમ સાથે 12ના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુંકે ભારતમાં મ...

જાન્યુઆરી 17, 2025 2:15 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડી. ગુકેશ, મનુ ભાકર સહિતના ખેલાડીઓને મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ્ઠિત ...

જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM)

views 36

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.